અમૂલે સપ્લાય બંધ કરી

Gujarat Anganwadis

ડોદરાની આંગણવાડીમાં ૧૭ સપ્ટેમ્બરથી અમૂલે દૂધની સપ્લાય બંધ કરી છે. આઈસીડીએસ અધિકારીનું કહેવું છે કે અમૂલ તરફથી બિલ મોડા મળવાને કારણે બિલની ચૂકવણીમાં વિલંબ થયો છે, જ્યારે સ્થાનિક સરકારી સંસ્થાનું કહેવું છે કે બિલ મળતાની સાથે જ તેની ચૂકવણી કરી દેવામાં આવે છે.

5,500 kids in 400 Vadodara anganwadis go without milk after Amul stops  supply | Ahmedabad News - The Indian Express

ગુજરામાં ભાજપની સંવેદનશીલ સરકારના શાસનમાં આંગણવાડીના બાળકો દૂધથી વંચિત હોવાની આઘાતજકત ઘટના સામે આવી છે. સંસ્કારી નગરી વડોદરાની આંગણવાડીમાં અમૂલે દૂધની સપ્લાય બંધ કરી દીધી છે. જેના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ૪૦૦ આંગણવાડીના ૫,૫૦૦ બાળકોને દૂધથી વંચિત રહ્યા છે.

અમેરિકામાં કેટલા રૂપિયામાં મળે છે 1 લીટર અમૂલ દૂધ, ભાવ જાણીને વિશ્વાસ નહિ  આવે

અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા બિલ ચૂકવણીના વિવાદ બાદ ૧૭ સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેરની આંગણવાડીઓને દૂધના પાઉચ સપ્લાય કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આંગણવાડી – પોષણ, શિક્ષણ અને સંસ્કારનું સશક્ત કેન્દ્ર” સુરત પ્રવાસ દરમિયાન  કામરેજના ધોરણ પારડી ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. ૧ અને ૨ ની ...

ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ (આઈસીડીએસ) ના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર હિરલ ઠાકોરે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે દૂધના વધતા ભાવોને કારણે અમૂલ સાથે “ક્રેડિટ બેલેન્સ ખાલી” થવાને કારણે આ સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે. તેમણે બિલ સબમિટ કરવામાં વિલંબ માટે અમૂલ કોઓર્ડિનેટર્સને દોષી ઠેરવ્યા છે, જેના કારણે આઈસીડીએસ પાસે ઝડપી ચુકવણી પ્રક્રિયા કરવા માટે પુરતો સમય નહોતો.

અંકલેશ્વર ખાતે આંબાવાડી આંગણવાડીની મુલાકાત લઈને બાળ વિકાસ, પોષણ, પ્રાથમિક  શિક્ષણ અને માતા-બાળ આરોગ્ય માટે સરકારશ્રી દ્વારા પ્રાપ્ત ...

આઈસીડીએસ – જેનું નામ ૨૦૧૭ માં આંગણવાડી સર્વિસિસ રાખવામાં આવ્યું હતું, અને પછીથી તેને મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ માં સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું – તેમાં ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પોષણ સહાય સાથે અન્ય બાબતોનો સમાવેશ થાય છે. ભારત સરકાર અનુસાર, તે પોષણ અને બાળ સંભાળ અને વિકાસ માટેના વિશ્વના સૌથી મોટા કાર્યક્રમોમાંનો એક છે, અને “દેશની તેના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું અગ્રણી પ્રતીક” તરીકે જોવામાં આવે છે.

States agree to supply milk under Mid-Day Meal, Anganwadi schemes - The  Hindu

દૂધ વિતરણ કાર્યક્રમ હેઠળ, છ મહિનાથી છ વર્ષની વયના આંગણવાડી બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ ૧૦૦ મિલી દૂધ મળે છે. ઠાકોરે જણાવ્યું હતું કે વીએમસી હેઠળની ૪૦૦ આંગણવાડીઓ માટે દરરોજ ૫,૫૦૦ દૂધના પાઉચની જરૂર પડે છે. અમૂલના એક અધિકારીએ જણાવ્યું હતું કે સહકારી દૂધ મંડળી ગુજરાત સરકારના દૂધ વિતરણ કાર્યક્રમ ‘દૂધ સંજીવની યોજના’ના નિયમ હેઠળ અલગ અલગ જાહેર સંસ્થાઓને દૂધ પૂરું પાડે છે.

Milking success

તેમણે જણાવ્યું હતું કે, દૂધ સપ્લાય ૨૦૧૨ માં શરૂ થઈ હતી અને અમૂલ પાસે ત્રણ મહિનાની ક્રેડિટ એમાઉન્ટ  જમા કરવામાં આવી હતી. જોકે, દૂધના ભાવમાં વધારો થતાં આ ક્રેડિટ સમાપ્ત થઈ ગઈ. દૂધના નાના પાઉચની કિંમત વર્ષ ૨૦૨૫ માં ૯ રૂપિયાથી વધીને ૧૧.૨૫ રૂપિયા પ્રતિ પાઉચ થઈ ગઈ.” આ ક્રેડિટ એમાઉન્ટ જુલાઈની આસપાસ પુરી થઈ ગઈય” 

વડોદરામાં વિકાસ અને સમાજ ઉત્થાનનો નવો અધ્યાય 🏛️🪷 આજે વડોદરાની સંસ્કારી  નગરી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ ...

ઠાકોર ઉમેર્યું કે, અલબત્ત પેમેન્ટ ચૂકવણીની પ્રક્રિયા હજી પણ સમયપત્રક મુજબ કરવામાં આવી રહી હતી, જો કે વિભાગને અમૂલના બિલ મોડા મળી રહ્યા હતા, જે પેમેન્ટ સાયકલને અસર કરી રહ્યા હતા. આ સમસ્યાનું કારણ અમૂલ દ્વારા સમયસર બિલો આપવામાં આવતા નથી. છેલ્લે ૨૧ ઓગસ્ટના રોજ કરાયેલું બિલ પેમેન્ટ જૂન મહિનાનું હતું, કારણ કે બિલ મોડા મળ્યા હતા.”

Rajasthan: Anganwadi children won't look on when school kids have milk

ઠાકોરે જણાવ્યું હતું કે વારંવાર યાદ અપાવવા છતાં, જુલાઈનું બિલ ૩ સપ્ટેમ્બરના રોજ જ મળ્યું હતું, અને ત્યારબાદ તેને પેમેન્ટ સેટલમેન્ટ માટે મોકલવામાં આવ્યું હતું. અમે તેને પેમેન્ટ સેટલમેન્ટ માટે મોકલ્યું છે પરંતુ વિભાગીય કામગીરીમાં સમય લાગે છે. આ દરમિયાન, અમૂલે દૂધની સપ્લાય બંધ કરી દીધી છે.” 

Govt: education in anganwadis from this year | India News - The Indian  Express

વડોદરા શહેર માટે આઈસીડીએસ કાર્યક્રમના અમૂલ સંયોજક ઠાકોરના આરોપો પર ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ નહોતા.

vadodara #gujarat #indianeconomy #municipal #municipalbonds #pmoindia  #smartcitiesmission | Santosh Tiwari

ઠાકોરે જણાવ્યું હતું કે, વિભાગે અમૂલને આવા વિક્ષેપોને રોકવા માટે દર મહિનાનું બિલ ૧૦ તારીખ સુધીમાં સબમિટ કરવા જણાવ્યું હતું. “મેં તેમને કહ્યું છે કે મને તેઓ મહિનાની ૧૦ તારીખ સુધીમાં દરેક મહિનાનું બિલ મોકલે. પરંતુ આજે (૨૩ સપ્ટેમ્બર) આપણે વાત કરીએ છીએ તેમ છતાં, તેમણે હજુ સુધી અમને ઓગસ્ટ મહિનાનું બિલ આપ્યું નથી.” 

વીએમસી ના એકાઉન્ટ્સ વિભાગે જણાવ્યું હતું કે, બિલો મેળવવામાં કથિત વિલંબ વિશે તેમની પાસે કોઈ માહિતી નથી, અને બિલો “જ્યારે પણ પ્રાપ્ત થાય છે” ત્યારે તેને ક્લિયર કરવામાં આવે છે.

Santosh Tiwari - Dy. Municipal Commissioner & Chief Accountant | Municipal  Finance Expert | Municipal Bonds | Urban Infrastructure Financing | Climate  Finance | Speaker & Mentor **Leading the Transformation of Urban Finance**  | LinkedIn

વીએમસી ના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું કે, “અમારી પાસે આવી કોઈ માહિતી નથી. માસિક બિલ નિયમિત રીતે ચૂકવવામાં આવે છે. છેલ્લી ચુકવણી ૨૧ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. ચૂકવણી જૂન અને જુલાઈ મહિનામાં પણ કરવામાં આવી છે. બિલ સબમિશનમાં કોઈ વિલંબ થયો છે કે નહીં તે અમને ખબર નથી, પરંતુ જ્યારે પણ બિલ પ્રાપ્ત થાય છે, ત્યારે તે ક્લિયર થઈ જાય છે,”

તિવારીના મતે, બિલ ચૂકવણીને સામાન્ય રીતે નાગરિક સંસ્થાના ઓડિટ વિભાગમાંથી મંજૂરી મેળવવામાં પાંચથી છ દિવસ લાગે છે, અને જરૂરી મંજૂરીઓ મળ્યા પછી બાકી ચૂકવણીઓને પ્રાથમિકતા આપવામાં આવતી હતી.

“જો કોઈ તાકીદની વાત કરવામાં આવે તો અમે ઓડિટ પ્રક્રિયા પણ ઝડપી બનાવી શકીએ છીએ,” તિવારીએ કહ્યું. તેમણે કહ્યું કે દૂધના બિલ પેમેન્ટ અંગે સંબંધિત વિભાગ કે સપ્લાયર બંનેએ કોર્પોરેશનને કોઈ તાકીદની વાત કરી નથી.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *