જ્યોતિષશાસ્ત્રમાં પિતૃ દોષને પૂર્વજો સાથે જોડાયેલા કર્મો અને કુંડળીમાં ગ્રહોની વિશેષ સ્થિતિ સાથે સંબંધિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ છે તો તેને શારીરિક, માનસિક, આર્થિક સહિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
/indian-express-gujarati/media/media_files/2026/09/25/pitru-dosha-signs-2026-09-25-18-58-02.jpg)
જ્યોતિષશાસ્ત્રમાં પિતૃ દોષને પૂર્વજો સાથે જોડાયેલા કર્મો અને કુંડળીમાં ગ્રહોની વિશેષ સ્થિતિ સાથે સંબંધિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ છે તો તેને શારીરિક, માનસિક, આર્થિક સહિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી સમયસર તેના વિશે જાણીને તેનો ઉપાય કરી શકાય છે. પિતૃ દોષના સંકેતો અને જ્યોતિષીય ઉપાયો જાણીએ.

પિતૃ દોષ ક્યારે લાગે છે?
જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃ દોષ ત્યારે લાગે છે જ્યારે પૂર્વજોના યોગ્ય રીતે અંતિમ સંસ્કાર અથવા શ્રાદ્ધ તર્પણ કરવામાં આવતા નથી.

પિતૃ દોષના સંકેતો
સંતાન સુખમાં અવરોધ
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર સંતાન થવામાં બાધા અથવા વિલંબના કેટલાક કિસ્સાઓ પિતૃ દોષ સાથે જોડીને જોવામાં આવે છે.

લગ્નમાં અડચણ
લગ્ન નક્કી થતા-થતા તુટી જવા, લગ્નની ઉંમર નીકળી જવી અથવા યોગ્ય સંબંધ ન મળવો.
આર્થિક તંગી હોવી
તમે સખત મહેનત કરો છો છતા ઘરમાં પૈસા ટકતા નથી અને પૈસાની હંમેશા અછત રહે છે.
પારિવારિક વિખવાદ
ઘરના સભ્યો વચ્ચે નાનામાં નાની બાબત પર દલીલો, ઝઘડો કરવો અને ઘરમાં અશાંતિ બની રહેવી.
સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવી
તમે અથવા પરિવારના કોઈના કોઇ સભ્યનું રોગથી પરેશાન રહેવું અથવા માનસિક તણાવ રહેવો.
સપનામાં પૂર્વજો દેખાવવા
ધાર્મિક માન્યતાઓ અનુસાર સપનામાં વારંવાર પૂર્વજો દેખાવવાને પણ પિતૃઓ સાથે જોડાયેલો સંકેત માનવામાં આવે છે. જોકે માત્ર સપનાના આધારે પિતૃ દોષના તારણો જાહેર થયા નથી.

તુલસી સહિત અન્ય છોડ સુકાઇ જવા
વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં તુલસીનો છોડ રોપવો શુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં હાજર તુલસી સુકાઈ જાય છે તો તેને અશુભ માનવામાં આવે છે.

પિતૃ દોષના ઉપાય
અમાસ્યા પર તર્પણ કરો
પિતૃ પક્ષ સિવાય, દર મહિને આવતી અમાસની તિથિએ પૂર્વજોને પાણીમાં કાળા તલ મિક્સ કરીને અર્પણ કરો.
કાગડા-ગાયને ખવડાવો
પિતૃ પક્ષ, અમાવસ્યા અથવા શનિવારના દિવસે કાગડા, ગાય, કૂતરા, માછલી વગેરેને ચોખાની પિંડ અથવા રોટલી ખવડાવો.

પીપળાની પૂજા
પિતૃપક્ષ અને અમાસના દિવસે પીપળાના ઝાડમાં પાણી, કાળા તલ, દૂધ વગેરે અર્પણ કરો. આ સાથે ઘીનો દીવો પ્રગટાવો.

બ્રાહ્મણોને ભોજન કરાવો
પિતૃપક્ષ અથવા અમાસના દિવસે જરૂરિયાતમંદ, ગરીબ અથવા બ્રાહ્મણોને ભોજન કરાવો. આ સાથે જ તમારી ક્ષમતા મુજબ દાન કરો.

ડિસ્ક્લેમર : આ લેખમાં વિશ્વ સમાચાર એ બતાવવામાં આવેલા પિતૃ દોષના લક્ષણો અને ઉપાય ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. આને વૈજ્ઞાનિક રીતે પ્રામાણિત તથ્યો ના માનવામાં આવે. વિવિધ ધાર્મિક પરંપરાઓ અને જ્યોતિષીય મતોમાં તેમના સંબંધોમાં તફાવત હોઈ શકે છે. વાચકો કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા યોગ્ય ધાર્મિક નિષ્ણાત અથવા જ્યોતિષીની સલાહ લઈ શકે છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
