ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી

નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬ ના ૭ મા દિવસે ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમે રોમાંચક ફાઈનલ મુકાબલામાં ઈરાનને ૩૭-૩૪ થી હરાવીને ગોલ્ડ મેડલ (સુવર્ણ પદક) પોતાના નામે કર્યો છે. એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડી ક્ષેત્રે ભારતનો આ ચોથો મેડલ છે, જ્યારે આ ચાલુ એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારતનો આ કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે.
૭ મા દિવસે ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, શૂટિંગ, કબડ્ડી, હોકી, ફેન્સિંગ, બોક્સિંગ, સ્ક્વોશ, તીરંદાજી, સેલિંગ, સર્ફિંગ અને બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતે ૧ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૩ બ્રોન્ઝ સહિત કુલ ૬ મેડલ જીત્યા હતા.
)

ગોલ્ડ મેડલ: શૂટિંગમાં શુરુચિ સિંહ અને કમલજીતની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને દિવસનો ગોલ્ડ અપાવ્યો હતો.
સિલ્વર મેડલ: મેન્સ ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ટીમ ઇવેન્ટ અને એથ્લેટિક્સમાં ગુલવીર સિંહે મેળવ્યો.
બ્રોન્ઝ મેડલ: મનપ્રીત કૌર (મહિલા શૉટ પુટ), બરાનિકા એલંગોવન (મહિલા પોલ વોલ્ટ) અને દીયા ચિતાલે-માનુષ શાહની જોડીએ (ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સ) જીત્યા હતા.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર
