અમદાવાદમાં લિફ્ટ બની જીવલેણ

જો તમે ફ્લેટમાં રહેતા હોવ, અને તમારા નાના બાળકો તમારી જાણ બહાર જ લિફ્ટમાં ચઢ-ઉતર કરતા હોય તો સાવધાન રહેજો. કારણ કે અમદાવાદના નારોલમાં જે દુર્ઘટના બની, તેની હકીકત સાંભળીને તમારા શરીરમાં કંપારી છૂટી જશે. એક માસૂમ બાળક કે જે હજુ તો પોતાનું બાળપણ માણી રહ્યું હતું, તેણે લિફ્ટમાં જ પોતાનો જીવ ગુમાવ્યો.

ઘરેથી ટ્યૂશન ક્લાસમાં જતાં માથું ફસાયું, પરિવારજનો દ્વારા બિલ્ડરની  બેદરકારીનો આક્ષેપ

નારોલની શાંતિ શુક્ર સોસાયટીની આ ઘટના છે. જ્યાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત થયું છે. 

અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું કરુણ મોત |  Gujarat Post

જે બાદ બાળકની માતા અને સ્વજનોની આંખમાંથી આંસુ સૂકાતા નથી. આ કલ્પાંત એ જ વ્યક્તિ સમજી શકે જેણે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવ્યો છે. હૈયાફાટ રૂદન કરી રહેલી આ એ જ માતા છે, જેણે ભારે લાડકોડ સાથે દીકરાનો ઉછેર કર્યો હતો. પરંતુ હવે એ જ માસૂમ દીકરો હવે રહ્યો નથી. જે દીકરાના મોઢામાં પોતાના હાથથી ભાવતા ભોજનના કોળિયા મૂક્યા હતા, તે દીકરો ગુમાવવાનું દર્દ આંખોમાંથી છલકાઈ રહ્યું છે.જે દીકરાની જીદ પૂરી કરવામાં એક અનેરો આનંદ આવતો હતો, તે દીકરાએ જાણે જિંદગી જીવવાની જ જીદ છોડી દીધી. હવે બચી છે તો ફક્ત એ દીકરાની યાદો. 

બાળકના મોતથી પરિવારજોનું હૈયાફાટ રૂદન - Divya Bhaskar

ફક્ત માતા જ નહીં આખી સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ છે. જેણે પણ આ સમાચાર સાંભળ્યા તે શોકમાં છે. અને આઘાત કોને ન લાગે? એક ૧૪ વર્ષનું બાળક જ્યારે આવી દુર્ઘટનાથી મોતને ભેટે ત્યારે અજાણ્યા માણસને પણ આઘાત લાગે. 

બાળકના મૃતદેહને પીએમ માટે ન લઈ જવા દેવા માટે બાળકના મામા સ્ટ્રેચર પકડીને બેસી રહ્યા હતા. - Divya Bhaskar

અહીં ચોંકાવનારી વાત તો એ છે કે અંશુ નામના આ બાળકે લિફ્ટમાં કોઈ મસ્તી નહોતી કરી, કે નહોતા કોઈ અટકચાળા કર્યા. અંશુ ભગેલ સ્કૂલેથી ઘરે આવ્યા બાદ રંગોળીનગર ખાતે ટ્યૂશન ક્લાસમાં જવા નીકળ્યો હતો. આ જ સમયે કાળ બનીને આવેલી સોસાયટીની લિફ્ટ અને દરવાજાના લોખંડના સળિયા વચ્ચે અચાનક તેનું માથું ફસાઈ ગયું. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે માસૂમ અંશુનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું. 

પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા માટે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. - Divya Bhaskar

આ દુર્ઘટના પાછળ બિલ્ડરની ઘોર બેદરકારી હોવાનો સીધો આક્ષેપ થઈ રહ્યો છે.મૃતકના કાકા અંકિત ભગેલ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ લિફ્ટ દર અઠવાડિયે ખોટવાઈ જતી હતી.વારંવારની રજૂઆતો છતાં બિલ્ડર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે એક પરિવારે પોતાનો ચિરાગ ગુમાવ્યો છે.

Ahmedabad Narol Society Lift Accident; Child Dies Trapped in Elevator

દીકરાના મોતના આઘાતમાં સરી પડેલા પરિવારે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. બાળકના પિતા બહારગામ હોવાથી જ્યાં સુધી તેઓ પરત ન આવે ત્યાં સુધી પરિવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. અને મામા સ્ટ્રેચર પકડીને બેસી રહ્યા હતા. જોકે પોલીસે તેમને સમજાવવાના ભારે પ્રયાસો હાથ ધર્યા બાદ આખરે મૃતદેહ લઈ જવામાં આવ્યો.જોકે આ અંગે નારોલના પીઆઈ જેબી અગ્રવાતે દાવો કર્યો છે કે જેની પણ બેદરકારી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. 

Ahmedabad Narol Lift Accident: નારોલની સોસાયટીમાં લિફ્ટ તૂટતા 12 વર્ષીય  બાળકનું કરુણ મોત l 12-year-old boy dies tragically after lift collapses in  Narol housing society

મળતી માહિતી પ્રમાણે આ ફ્લેટ બીયુ પરમિશન વિના જ ઊભા કરી દેવાયા છે.ઘટનાની જાણ થતાં જ બિલ્ડર પોતાની સામે આવેલી ઓફિસ છોડીને ફરાર થઈ ગયો હોવાથી લોકોનો રોષ બેવડાયો છે.

undefined - Divya Bhaskar

આ દુર્ઘટના ખૂબ જ દુખદાયક છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના કોઈ પરિવાર સાથે ન ઘટે. પરંતુ આ ઘટનામાં પરિવારને ન્યાય મળે તે જરૂરી છે. જો બિલ્ડરની બેદરકારી હોય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. 

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *