આજથી તેજસ એક્સપ્રેસ પાટા પર દોડશે, અઠવાડિયામાં ચાર દિવસ ટ્રેન હશે અવેલેબલ

IRCTC એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન  એ જાહેરાત કરી છે કે શનિવારથી એટલે કે આજ રોજ થી અમદાવાદ-મુંબઈ અને લખનૌ-નવી દિલ્હી,  તેજસ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે. IRCTC અનુસાર, ટ્રેન નંબર 82901/82902 અમદાવાદ-મુંબઈ-અમદાવાદ અને ટ્રેન નંબર 82501/82502 લખનૌ-નવી દિલ્હી-લખનૌ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ચલાવામા આવશે.

IRCTC વેબસાઇટ irctc.co.in અથવા IRCTC રેલ કનેક્ટ એપ પરથી મુસાફરો ટિકિટ બુક કરી શકે છે. હકીકતમાં, દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે, રેલવે એ તેજસ એક્સપ્રેસનું સંચાલન બંધ કરી દીધું હતું. નવી દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ ઓક્ટોબર 2019 માં શરૂ કરવામાં આવી હતી. આઈઆરસીટીસી દ્વારા સંપૂર્ણપણે ચલાવવામાં આવનારી આ પહેલી ટ્રેન છે. આ ટ્રેનની મુસાફરી દરેક દિશામાં મુસાફરી પૂર્ણ કરવા માટે છ કલાકથી વધુ સમય લે છે. તેજસ ટ્રેન મુસાફરોને 25 લાખ રૂપિયાના રેલ મુસાફરી વીમા સાથે વિવિધ આધુનિક સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડે છે. અમદાવાદ-મુંબઈ રૂટ 2020 માં શરૂ થયો અમદાવાદ-મુંબઈ રૂટ જાન્યુઆરી 2020 માં શરૂ થયો હતો. તેમાં બે એક્ઝિક્યુટિવ ક્લાસ ચેર કાર છે, દરેકમાં 56 બેઠકો છે, તેમજ આઠ ચેર કાર છે, દરેક 78 બેઠકોની ક્ષમતા ધરાવે છે.

પેસેન્જરોને ઉચ્ચ ગુણવત્તાવાળું ભોજન અને જુદા જુદા પીણાં આપવામાં આવે છે, જે ટિકિટના જ ભાડામાં સમાવિષ્ટ છે. આ ટ્રેનના દરેક કોચમાં પાણીની બોટલ ઉપરાંત આરઓ વોટર ફિલ્ટર લગાવવામાં આવ્યું છે. આ ટ્રેનના મુસાફરોને 25 લાખ રૂપિયા સુધીનો રેલ મુસાફરી વીમો પણ આપવામાં આવે છે. તેજસ એક્સપ્રેસના કોચ મુસાફરોની સલામતી અને આરામ માટે સ્માર્ટ સુવિધાઓથી સજ્જ છે. દરેક સ્માર્ટ કોચસ્માર્ટ સેન્સર આધારિત સિસ્ટમની મદદથી મુસાફરોને અધ્યતન સુવિધાઓ પૂરી પાડવાનું ધ્યેય રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *