ભારત સરકારે હાલમાં જ જીએસટી સ્લેબમાં કરેલા ફેરફારના કારને અમૂલની પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર થયા છે. અમૂલે આજે ૭૦૦ થી વધુ પણ પ્રોડક્ટ્સની કિંમતમાં ફેરફાર કર્યા છે. જીએસટી ના નવા દર આગામી ૨૨ મી સપ્ટેમ્બરથી લાગુ થશે.

અમૂલ દ્વારા બટર ( માખણ ), ઘી, દૂધ, આઈસક્રીમ, ચીઝ, પનીર, ચોકલેટ, ફ્રોઝન ડેરી પ્રોડક્ટ્સ સહિતની ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર કર્યા છે.

અમૂલ બટરના ભાવમાં ચાર રૂપિયા જ્યારે ઘીના ભાવમાં ૪૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ તાજા દૂધના એક લિટરના ભાવમાં બે રૂપિયા જ્યારે અમૂલ ગોલ્ડના એક લિટરના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં વિવિધ આઇસક્રીમના ભાવમાં એકથી લઈને ૧૫ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલો ચીઝ હવે ૩૦ રૂપિયા સસ્તું મળશે.

જીએસટી માં ફેરફાર બાદ અમૂલ પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફારનું લિસ્ટ



