જીએસટી રેટ ઘટાડાનો આજથી અમલ થતાં ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે જે આજથી મળતી થઈ જશે.


કઈ વસ્તુઓના ભાવ ઘટશે?
સાબુ અને શેમ્પૂ જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓ
ખોરાક અને પીણાં
ઇલેક્ટ્રોનિક સામાન
કાર
સિમેન્ટ
ટીવી અને એસી
૩૩ આવશ્યક દવાઓ, ખાસ કરીને કેન્સર અને ગંભીર બીમારીઓ માટે
૩૫0cc સુધીની નાની કાર અને મોટરસાયકલ
આ ઉપરાંત બીજી નાની મોટી ઘણી વસ્તુઓના ભાવ ઘટશે.

કઈ ચીજ પર કેટલો ટેક્સ?
સિમેન્ટ પરનો ટેક્સ 28%થી ઘટાડીને 18% જેનાથી ઘર બનાવવાનો કે સમારકામનો ખર્ચ ઘટશે
ટીવી અને એસી જેવી વસ્તુઓ પરનો ટેક્સ ૨૮ % થી ઘટાડીને ૧૮ % જેનાથી તે સસ્તા થશે
૩૩ આવશ્યક દવાઓ પર કોઈ ટેક્સ નહીં જેમાં કેન્સર અને ગંભીર રોગોની દવાઓ સામેલ
૩૫૦ સીસી સુધીની નાની કાર અને મોટરસાયકલ પર હવે ૨૮ %ને બદલે ૧૮ % ટેક્સ
ઓટો પાર્ટ્સ અને થ્રી-વ્હીલર પરનો ટેક્સ પણ ૨૮ %થી ઘટાડીને ૧૮ % જેનાથી તે સસ્તા થશે.

લક્ઝરી ચીજો પર ૪૦ % ટેક્સ
જોકે સરકારે કેટલીક ચીજવસ્તુઓ પર ૪૦ % ટેક્સ લાગુ પાડ્યો છે જેમાં તમાકુ, પાન મસાલા, કાર્બોનેટેડ પીણાં અને વ્યક્તિગત ઉપયોગ માટે મોટી કાર અને વિમાન જેવી લક્ઝરી ચીજવસ્તુઓ સામેલ છે. અર્થાત આ બધી ચીજવસ્તુઓ પર ૪૦ % ટેક્સ વસૂલાશે.

જૂના સ્ટોક પર સુધારવી પડશે એમઆરપી
સરકારે કહ્યું છે કે જૂના સ્ટોક પર એમઆરપી વધારે હોવા છતાં, આ માલ નવા દરે ઉપલબ્ધ થશે. ગ્રાહકોને ઘટાડેલા જીએસટી દરનો લાભ આપવો પડશે. દરમિયાન, દવાઓ માટે, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજના તેના આદેશોમાં કહ્યું છે કે દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરતી બધી કંપનીઓએ દવાઓ, ફોર્મ્યુલેશન અને તબીબી ઉપકરણોની એમઆરપી અપડેટ કરવી પડશે. જીએસટી માં ફેરફાર પછી, સુધારેલી કિંમત સૂચિ ડીલરો, રિટેલર્સ, રાજ્ય દવા નિયંત્રકો અને સરકારને આપવી પડશે, જેથી તે ગ્રાહકોને બતાવી શકાય.

દુકાનદાર જીએસટી ઘટાડાનો લાભ ન આપે તો શું કરવું?
જો કોઈ દુકાનદાર કિંમત ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી ન પહોંચાડે, તો તમે ફરિયાદ કરી શકો છો. દોષિત દુકાનદારોને દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે. તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન ૧૮૦૦-૧૧-૪૦૦૦ પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો અથવા તમે સીબીઆઈસી ની જીએસટી હેલ્પલાઇન ૧૮૦૦-૧૨૦૦-૨૩૨ પર પણ ફોન કરી શકો છો. તે ઉપરાંત તમે નેશનલ એન્ટી-પ્રોફિટિયરિંગ ઓથોરિટીની વેબસાઇટ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો આ માટે તમારે બિલની નકલ, દુકાનદારનું નામ અને તેનું સરનામું આપવું પડશે.

