એશિયા કપના સુપર ફોરમાં બાંગ્લાદેશને ૪૧ રનોથી હરાવીને ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે. બાંગ્લાદેશને હવે પાકિસ્તાન સાથે નોક આઉટ મુકાબલો રમવાનો છે.

૧૬૯ રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ૧૨૭ રનમાં સમેટાઇ

બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૬૮ રન બનાવ્યા હતા. જેમાં અભિષેક શર્માએ ૩૭ બોલ પર ૭૫ રન બનાવીને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૧૬૯ રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ૧૯.૩ ઓવરમાં ૧૨૭ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાની એશિયા કપના ફાઇનલમાં એન્ટ્રી ફાઇનલ થઇ ગઇ છે. હવે , ૨૫ સપ્ટેમ્બરે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ભારત સામે ફાઇનલમાં ટકરાશે.

સુપર ૪ પોઇન્ટ ટેબલ
- ભારત: ૧ મેચ, ૧ જીત, નેટ રન રેટ +૦.૬૮૯ (ટોપ પર)
- પાકિસ્તાન: ૨ મેચ, ૧ જીત, નેટ રન રેટ +૦.૨૨૬ (બીજા સ્થાને)
- બાંગ્લાદેશ: ૧ મેચ, ૧ જીત, નેટ રન રેટ +૦.૧૨૧ (ત્રીજા સ્થાને)
- શ્રીલંકા: ૨ મેચ, ૦ જીત (આગામી રાઉન્ડમાં બહાર થવાની નજીક)

