ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલમાં ઇતિહાસ સર્જાશે

એશિયા કપ ૨૦૨૫ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૮ સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ફાઇનલ રમાશે. આ સાથે જ એક નવો ઇતિહાસ સર્જાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલમાં ઇતિહાસ સર્જાશે, પ્રથમ વખત આવું બનશે

એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૮ સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ફાઇનલ રમાશે. આ સાથે જ એક નવો ઇતિહાસ સર્જાશે. એશિયા કપના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે. ટી ૨૦ ફોર્મેટ હોય કે વનડે ફોર્મેટ હોય ભારત અને પાકિસ્તાન આ ટૂર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં ક્યારેય એકબીજા સામે ટકરાયા નથી.

India vs Pakistan: Predicted line-ups ahead of Asia Cup showdown

એશિયા કપની શરૂઆત ૧૯૮૪ માં થઇ હતી

એશિયા કપની આ ૧૭ મી સિઝન રમાશે. એશિયા કપની શરૂઆત ૧૯૮૪ માં થઇ હતી. તે સમયે આ ટૂર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી, જેમાં ભારત સુનીલ ગાવસ્કરના નેતૃત્વમાં ચેમ્પિયન બન્યું હતું. આ ટૂર્નામેન્ટ વનડે અને ટી-૨૦ બંને ફોર્મેટમાં રમાય છે, જે વર્લ્ડ કપના ફોર્મેટ સાથે સુસંગત છે.

Asia Cup 2025: India and Pakistan locked in same group as BCCI makes  stunning U-turn

એશિયા કપમાં ભારત સૌથી વધારે ૮ વખત ચેમ્પિયન બન્યું

એશિયા કપમાં ભારત સૌથી વધારે વખત ચેમ્પિયન બન્યું છે. ટીમ ઇન્ડિયાએ વન-ડે ફોર્મેટમાં ૭ વખત અને ટી-૨૦ ફોર્મેટમાં એક વાર આ ટ્રોફી જીતી છે. એટલે કે કુલ ૮ વખત ચેમ્પિયન બન્યું છે. જ્યારે શ્રીલંકાએ વન-ડેમાં ૫ વખત અને ટી-૨૦ ફોર્મેટમાં એક વાર આ ટાઇટલ જીત્યું છે. એટલે કે તે ૬ વખત ચેમ્પિયન બન્યું છે. પાકિસ્તાન ૨ વખત ચેમ્પિયન બન્યું છે.

Asia Cup 2025: BCCI faces mounting pressure over India vs Pakistan clash

એશિયા કપ ૨૦૨૫માં ભારતે પાકિસ્તાન સામે બન્ને મુકાબલા જીત્યા

એશિયા કપ ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન ત્રીજી વખત આમને-સામને ટકરાશે. ભારતે છેલ્લી બે મેચ (ગ્રુપ સ્ટેજ અને સુપર-4 રાઉન્ડ)માં જીત મેળવી હતી. ૧૪ મી સપ્ટેમ્બરે ગ્રુપ સ્ટેજની મેચ યોજાઈ હતી, જેમાં ભારતે સાત વિકટથી જીત મેળવી હતી. ૨૧ મી સપ્ટેમ્બરે સુપર-૪ રાઉન્ડની મેચ રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું હતું.

Asia Cup 2025 schedule announced: India to face Pakistan on September 14

એશિયા કપ ચેમ્પિયન લિસ્ટ ૧૯૮૪-૨૦૨૫

વર્ષ વિજેતા રનર્સ અપ હોસ્ટ
૧૯૮૪ ભારત શ્રીલંકા યુએઈ
૧૯૮૬ શ્રીલંકા પાકિસ્તાન શ્રીલંકા
૧૯૮૮ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ
૧૯૯૦-૯૧ ભારત શ્રીલંકા બાંગ્લાદેશ
૧૯૯૫ ભારત શ્રીલંકા યુએઈ
૧૯૯૭ શ્રીલંકા ભારત શ્રીલંકા
૨૦૦૦ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ
૨૦૦૪ શ્રીલંકા ભારત શ્રીલંકા
૨૦૦૮ શ્રીલંકા ભારત પાકિસ્તાન
૨૦૧૦ ભારત શ્રીલંકા શ્રીલંકા
૨૦૧૨ પાકિસ્તાન બાંગ્લાદેશ બાંગ્લાદેશ
૨૦૧૪ શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ
૨૦૧૬ ભારત બાંગ્લાદેશ બાંગ્લાદેશ
૨૦૧૮ ભારત બાંગ્લાદેશ યુએઈ
૨૦૨૨ શ્રીલંકા પાકિસ્તાન યુએઈ
૨૦૨૩ ભારત શ્રીલંકા પાકિસ્તાન/શ્રીલંકા
૨૦૨૫ – – યુએઈ

Dandiya Night 2023 : Humans of JP Greens

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *