તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં ૩૬ ના મોત

તમિલનાડુના કરુરમાં ટીવીકે ની રેલીમાં ભારે અફરાતફરીના કારણે નાસભાગ સર્જાઈ હતી. ભારે ધક્કામુક્કીના કારણે રેલી દરમિયાન અનેક લોકો બેભાન થઈ ગયા. જેમને તાત્કાલિક સારવાર માટે ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા હતા. રેલીમાં આવેલા નાના બાળકોની તબિયત પણ લથડી હતી. આ દુર્ઘટનામાં ૨૯ લોકોએ જીવ ગુમાવ્યા છે, મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. 

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ થતાં 36ના મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત 1 - image

તમિલનાડુના મુખ્યમંત્રી સ્તાલિને આપેલી માહિતી અનુસાર કરુર નાસભાગમાં કુલ ૩૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં આઠ બાળકો અને ૧૬ મહિલાઓના મોત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના મુખ્યમંત્રી તથા રાજ્યપાલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મીડિયા અહેવાલ અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રાલયે દુર્ઘટનાનો રિપોર્ટ પણ રાજ્ય સરકાર પાસેથી માંગ્યો છે. 

Stampede at Tamil actor Vijay's rally in Namakkal | Several Dead | Live  Updates | Tamilaga Vettri Kazhagam | Bhaskar English

તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને નાસભાગની ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યના મંત્રી તથા જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિ નિયંત્રણમાં રાખવા આદેશ આપ્યા તથા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવા પણ આદેશ અપાયા. પડોશી જિલ્લાના મંત્રીઓ તથા અધિકારીઓને પણ મદદ માટે જોડાવવા નિર્દેશ અપાયા છે. મુખ્યમંત્રી ડોક્ટર્સ અને પોલીસને પણ સહયોગની અપીલ કરી છે. 

Tamil Nadu Stampede: Actor Vijay's TVK Rally in Karur Turns Tragic, 20  Feared Dead

ભારે અફરાતફરીની સ્થિતિ સર્જાતાં ટીવીકે ના પ્રમુખ તથા સુપરસ્ટાર વિજયે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી દેવું પડ્યું હતું. તેમણે ઍમ્બ્યુલન્સને રસ્તો આપવા આગ્રહ કર્યો. આટલું જ નહીં એક ૯ વર્ષની બાળકી પણ ગુમ થઈ હોવાની ફરિયાદ આયોજકોને મળી હતી. નોંધનીય છે કે ફિલ્મસ્ટાર વિજય હવે ફિલ્મી દુનિયા છોડી રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે આગામી છ મહિનામાં રાજ્યમાં સત્તા પલટાઈ જશે. 

Stampede at Tamil actor Vijay's rally in Namakkal | Several Dead | Live  Updates | Tamilaga Vettri Kazhagam | Bhaskar English

Dandiya Night 2023 : Humans of JP Greens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *