ચીનના આ નિર્ણયને ટ્રમ્પ વિરુદ્ધ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારત, ચીન અને રશિયા એસસીઓ સમિટમાં જોડાયા ત્યારથી, ટ્રમ્પને ઘેરવાની યોજનાઓ ચાલી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ જ્યાં ટ્રમ્પે ભારતીય દવા કંપનીઓ પર ૧૦૦ % સુધીનો ટેરિફ લાગુ કર્યો છે ત્યારે બીજી તરફ ત્યારે ચીને ભારતીય દવા કંપનીઓ પરનો ટેરિફ સાવ હટાવી દીધો છે. અત્યાર સુધી ચીન ભારતીય દવા કંપનીઓ પર ૩૦ % ટેરિફ વસૂલતું હતું. હવે, ભારતીય દવા ચીનમાં ડ્યુટી ફ્રી નિકાસ કરી શકાશે.

ચીનના આ નિર્ણયને ટ્રમ્પ વિરુદ્ધ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારત, ચીન અને રશિયા એસસીઓ સમિટમાં જોડાયા ત્યારથી, ટ્રમ્પને ઘેરવાની યોજનાઓ ચાલી રહી છે. હવે, આ દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ચીને ભારતીય દવા પરના ટેરિફને શૂન્ય કરી દીધા છે, જ્યારે ભારત ટ્રમ્પના ટેરિફનો જવાબ આપી રહ્યું નથી, જ્યારે ટ્રમ્પની વારંવારની ધમકીઓ છતાં રશિયા યુક્રેન સામે પોતાના વલણમાં અડગ રહે છે. ત્રણેય મહાસત્તાઓનું એક થવું ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું હોય તેવું લાગે છે.

ચીનના રાજદૂતે ભારતની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રી જયશંકરે પણ તેમનું અનુકરણ કર્યું. બંને દેશો વચ્ચે વેપાર કરારની શરૂઆત ફરી એકવાર થઈ રહી હોય તેવું લાગે છે. ચીની રાજદૂતે ભારતીય કંપનીઓને ચીનમાં રોકાણ કરવા અપીલ કરી છે, અને ભારત પર લાદવામાં આવેલા ૫૦ % યુએસ ટેરિફનો વિરોધ કર્યો. ચીને ભારતીય કંપનીઓ પ્રત્યે સતત નરમ વલણ અપનાવ્યું છે.

