છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં નવરાત્રી પુરી થવાના આડે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. આવતી કાલે બુધવારે નવરાત્રીનું છેલ્લું નોરતું છે. જોકે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આપેલા વરસાદના આંકડા પ્રમાણે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫, સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં ૪.૦૯ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના ૧૦ તાલુકામાં ૧ થી ૪ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી ૧૩૦ તાલુકા પૈકી ૧૦ તાલુકા એવા છે જેમાં ૧ ઈંચથી લઈને ૪ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ ૧૦ તાલુકામાં જૂનાગઢ, ગીર સોમનાથ,દેવભૂમી દ્વારકા અને સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. નીચે કોષ્ટકમાં માહિતી આપેલી છે.

| જિલ્લો | તાલુકો | વરસાદ (ઈંચમાં) |
| જૂનાગઢ | માંગરોળ | ૪.૦૯ |
| ગીર સોમનાથ | તાલાલા | ૨.૧૭ |
| જૂનાગઢ | કેશોદ | ૨.૧૩ |
| જૂનાગઢ | માળિયા હાટીના | ૨.૧૩ |
| ગીર સોમનાથ | ઉના | ૨.૦૧ |
| ગીર સોમનાથ | વેરાવળ | ૧.૫ |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | ૧.૩૮ |
| દેવભૂમી દ્વારકા | દ્વારકા | ૧.૧ |
| સાબરકાંઠા | ખેડબ્રહ્મા | ૧.૧ |
| ગીર સોમનાથ | કોડિનાર | ૧.૦૬ |

ગુજરાતના ૪૧ તાલુકામાં વરસાદે હાજરી પુરાવી
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૧૩૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ૪૧ તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકાઓમાં ૧-૨ એમએમ વરસાદ નોંધાયો હતો.


