ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ‘ધોળકા એજ્યુકેશન લૉ કોલેજ’નો શુભારંભ સમારોહ યોજાયો

ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ‘ધોળકા એજ્યુકેશન લૉ કોલેજ’નો તા: ૨૮/૦૯/૨૦૨૫ ને રવિવારના રોજ શુભારંભ સમારોહ આયોજિત કરવામાં આવ્યો.

લૉ કોલેજનું ઉદઘાટન પરમ પૂજ્ય મહંતશ્રી શિલભૂષણદાસ સ્વામીના હસ્તે કરાવવામાં આવ્યું. આ શુભારંભ સમારોહમાં ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખશ્રી ડૉ.મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી ઘનશ્યામસિંહ ચાવડા, માનંદમંત્રી શ્રી જૈમિકભાઈ પટેલ, સહ માનંદ મંત્રીશ્રી જયેશભાઈ ત્રિવેદી તેમજ પૂર્વ પ્રમુખશ્રી કાનજીભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. સમારોહમાં તમામ મહાનુભાવોએ પોતાનું વ્યાખ્યાન આપ્યું, તેઓને કાયદા, વકીલોની નિષ્ઠા તેમજ નીતિ વચ્ચેનો ભેદ સમજાવવા વિભિન્ન ઉદાહરણો દ્વારા જરૂરી માર્ગદર્શન આપ્યું. વકીલ કેવો હોવો જોઈએ અને વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્ય નક્કી કરી ત્યાં સુધી પહોંચવા સતત પ્રયાસ કરવો જોઈએ જેવી બાબતોને પણ સાંકળી લેવામાં આવી. આ ઉપરાંત ધોળકા એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખશ્રી ડૉ. મુકેશભાઈ પટેલ દ્વારા કાયદો શું કામ ભણવો જોઈએ ,કાયદાના શિક્ષકો કેવો હોવા જોઈએ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમનું સમગ્ર આયોજન શ્રીમતી આર.ડી.શાહ આર્ટસ અને શ્રીમતી વી.ડી. શાહ કોમર્સ કોલેજના કા.આચાર્ય ડૉ.નરેન્દ્રસિંહ ક્ષત્રિય અને કાર્યક્રમનું સંચાલન ડૉ.મનીષભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું. સમારોહના અંતે લૉ કોલેજના કા.આચાર્ય અનિલભાઈ મકવાણા દ્વારા આભારવિધિ કરવામાં આવી. કાર્યક્રમની સફળતા બદલ પ્રમુખશ્રી દ્વારા સર્વેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. 

Dandiya Night 2023 : Humans of JP Greens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *