દિવાળીના એક દિવસ પહેલા છોટી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને નરક ચૌદસ, રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે

દિવાળી હિન્દુ ધર્મના સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. પાંચ દિવસના આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. દિવાળી આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા છોટી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને નરક ચૌદસ, રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો.

કાળી ચૌદસ ક્યારે મનાવવામાં આવશે?
દર વર્ષે કાળી ચૌદસ આસો વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના કાલી સ્વરૂપની ઉત્પતિ આ દિવસે થઇ હતી. તેથી આ દિવસે મા કાલીની પૂજા કરવાની વિશેષ જોગવાઈ છે. આ વર્ષે ચૌદસ તિથિ ૧૯ ઓક્ટોબરના રોજ બપોરે ૦૧:૫૧ વાગ્યે શરૂ થશે અને ૨૦ ઓક્ટોબરના રોજ બપોરે ૦૩:૪૪ વાગ્યે સમાપ્ત થશે. કેલેન્ડર મુજબ કાળી ચૌદસ ૧૯ ઓક્ટોબરને રવિવારના રોજ ઉજવવામાં આવશે.

દિવાળીના એક દિવસ પહેલા આવતી હોવાથી તેને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો અકાળ મૃત્યુથી મુક્તિ મેળવવા માટે યમના નામે દીવા પ્રગટાવે છે. આ દિવસે હનુમાનની પૂજા કરવાનું પણ ખાસ મહત્વ છે.



