અમરેલીના રાજુલામાં સૌથી વધુ 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં કમોસમી વરસાદનો કેર સતત જારી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રવિવારે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં કુલ ૧૩૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના આંકડા અનુસાર, સૌથી વધુ અમરેલીના રાજુલા તાલુકામાં ૬.૨૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ભાવનગરના મહુવામાં ૩.૩૯ ઈંચ વરસાદ
ખેડાના ગળતેશ્વરમાં અને ભાવનગરના વલ્લભીપુરમાં ૩.૧૫ ઈંચ તેમજ અમરેલીના લિલિયામાં ૩.૦૭ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ કમોસમી વરસાદે ખેતરોમાં તૈયાર પાકને નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.