ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ છે. તેવામાં હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 

Southwest monsoon weakens in Gujarat, scattered showers in Ahmedabad |  Southwest monsoon weakens in Gujarat scattered showers expected - Gujarat  Samachar

હવામાન વિભાગ મુજબ, ગુરુવારે (૩૦ ઓક્ટોબર) પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Possibility of heavy rain in Gujarat during Navratri IMD predicts  thunderstorms, strong winds & potential flooding in many areas - Gujarat  News | Bhaskar English

૩૧ ઓક્ટોબરની આગાહી

ઓરેન્જ ઍલર્ટ : દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ.

યલો ઍલર્ટ : વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર.

૧ નવેમ્બરની આગાહી

યલો ઍલર્ટ : ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *