ભારતીય શેર બજાર પર નહિવત અસર

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તેજીમ આજે ગુરુવારે આચનક મોટી બ્રેક વાગી છે. અમેરિકાના વ્યાજ દર ઘટાડા પછી તેજીની અપેક્ષાઓની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

Ayodhya Ram Mandir Stock Market BSE Sensex NSE Nifty Updates | 22 January  Holiday | સોમવારે શેરબજાર બંધ રહેશે: રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે  બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને ...

યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે એક મોટો નિર્ણય લીધો હતો. આ વર્ષે સતત બીજી વખત તેના પોલિસી રેટમાં ઘટાડો કર્યો. આ પછી જ્યારે બધા એશિયન બજારોમાં વધારો જોવા મળ્યો, ત્યારે નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થયો. એવી અપેક્ષા હતી કે ભારતીય બજારની શરૂઆત પણ મજબૂત રહેશે, પરંતુ થયું તેનાથી સાવ ઊંધું. આજે ૩૦ ઓકટોબર ગુરુવારે અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયા. આ દરમિયાન રિલાયન્સ, એરટેલથી લઈને ટાટા સ્ટીલ સુધીની મોટી કંપનીઓના શેર રેડ ઝોનમાં ટ્રેડ થતા જોવા મળ્યા.

Share Market Crash: Sensex Nifty Crash શેરબજારમાં કડાકો, સેન્સેક્સ નિફ્ટી  સતત પાંચમાં મહિને ઘટ્યા | Stock Market Crash Sensex 300 Points Down Today

શેરબજાર ખુલતાની સાથે જ, બીએસઈ સેન્સેક્સ ૮૪,૭૫૦.૯૦ પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ ૮૪,૯૯૭.૧૩ થી નીચે હતો, અને પછી અચાનક ૩૦૦ પોઈન્ટ ઘટીને ૮૪,૬૯૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ દરમિયાન, એનએસઈ નિફ્ટી પણ સેન્સેક્સ સાથે આગળ વધી રહ્યો હોય તેવું લાગતું હતું. ઇન્ડેક્સ ૨૫,૯૮૪ પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ ૨૬,૦૫૩.૯૦ થી થોડો ઘટાડો હતો, અને પછી ૧૦૩ પોઈન્ટ ઘટીને ૨૫,૯૫૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Stock Market News : શેરબજાર ખુલતા જ ઘટી ગયા આ શેર ! સેન્સેક્સ-નિફ્ટીમાં  મોટો ઘટાડો - Gujarati News | Stock market falters after a good start Sensex  Nifty declines - Stock market

બજારમાં ઘટાડા વચ્ચે બીએસઈ ના ૩૦ માંથી ૨૯ લાર્જકેપ શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ઘટેલા ટોચના ૧૦ શેરોમાં સનફાર્મા (૧.૬૨ %), ભારતી એરટેલ (૧.૪૦ %) અને ટાટા સ્ટીલ (૧.૧૦ %) ઘટ્યા હતા, જ્યારે મુકેશ અંબાણીના રિલાયન્સ ના શેર પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજારમાં થયો મોટો કડાકો, સેન્સેક્સમાં 790 પોઈન્ટ અને નિફ્ટીમાં 247  પોઈન્ટનો ઘટાડો - Gujarati News | Stock Market News Big crash in stock  market Sensex down 790 points Nifty down 247 points

મિડકેપ સ્પેસમાં, ભારતી હેક્સાકોમ શેર (૨.૮૨ %), એલઆઈસી હાઉસિંગ શેર (૨.૬૮ %), અને યુબીએલ શેર (૧.૮૦ %) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. સ્મોલકેપ સ્પેસમાં સૌથી મોટો ઘટાડો આઈક્સિગો શેરનો હતો, જે ૧૮ % ઘટ્યો હતો, જ્યારે શૈલી શેર (૬.૨૬ %) અને એવરેસ્ટ ઇન્ડિયા શેર (૫.૪૮ %) ઘટ્યા હતા.

(ડિસ્ક્લેમર : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, વિશ્વ સમાચાર કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *