મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫: ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન

મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ માં ચેમ્પિયન બનીને ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને ૫૨ રને હરાવ્યું છે. 

Image

ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે આ મહામુકાબલો ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયો હતો. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. જેમાં ભારતે ૫૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૨૯૮ રન બનાવ્યા હતા. ભારતે શેફાલી અને દીપ્તિની ફિફ્ટીના દમ પર સાઉથ આફ્રિકાની સામે ૨૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ ૪૫.૩ ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટીમ ઈન્ડિયાની ૫૨ રને જીત થઈ છે. આ જીત સાથે ભારતની મહિલા ટીમ ચેમ્પિયન બની ગઈ છે.

Amanjot Kaur's juggling catch that sealed India women's final win: Harmanpreet's Bhangra celebration during trophy ceremony, emotional Rohit Sharma; top moments | Bhaskar English

મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બાદ આજે ભારત ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમ વર્ષ ૨૦૦૫ અને ૨૦૧૭ માં ફાઈનલમાં પહોંચી પણ સફળ નહોતી થઈ શકી. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી હતી. ૨૦૦૫ ની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને ૯૮ રને મ્હાત આપી હતી. જ્યારે ૨૦૧૭ ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે ૯ રને હારનો સામનો કરવો પડ્યો હતો.

India's women make history, outclass South Africa to claim first ODI World Cup crown

મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ચેમ્પિયન બની ગઇ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાની ખેલાડી રિચા ઘોષે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ માં ૧૨ છગ્ગા ફટકારીને વર્લ્ડ કપના સિંગલ એડિશનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના ૧૨ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે. નોંધનીય છે કે, અગાઉ વેસ્ટ ઇન્ડિઝની ખેલાડી ડિઆન્ડ્રા ડોટીન વર્ષ ૨૦૧૩ માં ૧૨ છગ્ગા ફટકારીને આ રેકોર્ડ સર્જ્યો હતો.

Cricbuzz on X

મહિલા વર્લ્ડ કપ-૨૦૨૫ ની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકાને ૫૨ રને હરાવીને ચેમ્પિયન બની ગઇ છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક શાનદાર રેકોર્ડ પોતાના નામ કર્યું છે. હરમનપ્રીત મહિલા વનડે વર્લ્ડ કપની નોકઆઉટ્સમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઇ છે. હરમનપ્રીતે ૪ ઇનિંગમાં ૩૩૧ રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. અગાઉ આ રેકોર્ડ બેલિન્ડા ક્લાર્કના નામે હતું, જેણે ૬ ઇનિંગમાં ૩૩૦ રન બનાવ્યા હતા.
Harmanpreet Kaur Captain India Women Enter World Cup Final After 8 Years | 8 વર્ષમાં કેવી રીતે બદલાયું ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ: 300 રન બનાવવાની આદત, મેન્સ ટીમ જેટલો પગાર; WPLએ ...
આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ ના ફાઇનલમાં સ્મૃતિ મંધાનાએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. સ્મૃતિ મહિલા વનડે વર્લ્ડ કપના એક જ એડિશનમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઇ છે. સ્મૃતિએ આ વર્લ્ડ કપમાં કુલ નવ ઇનિંગમાં ૪૩૪ રન બનાવીને પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *