વધુ એક વાવાઝોડાનું સંકટ

દેશમાં હવે શિયાળાની રાહ જોવાઈ રહી છે, ગુજરાત સહિત કેટલાક વિસ્તારમાં હજુ પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે.

Gujarat to experience 3-5°C temperature surge after brief period of cold  weather | Gujarat to experience 3 5 degree celsius temperature surge after  brief period of cold weather - Gujarat Samachar

દેશભરના કેટલાક રાજ્યોમાં ધીમે પગલે શિયાળાની શરુઆત થઈ રહી છે, પરંતુ કેટલાક રાજ્યોમાં ચાલી રહેલા વરસાદે આ હળવી શિયાળામાં પણ વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ (આઇએમડી)ના અનુસાર, મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક સ્થિત ઉત્તરપૂર્વીય અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સક્રિય છે. જે આગામી ૨૪ કલાકમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.

Tamil Nadu rains Highlights: Deep depression likely to weaken into a  depression on November 29 - The Hindu

આઇએમડી અનુસાર, આ ડિપ ડિપ્રેશનની અસર ઉત્તરપશ્ચિમ ભારતમાં કરશે, જેના કારણે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વરસાદ પડવાની શક્યતા રહેશે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાયલસીમા અને કર્ણાટકના ઘણા ભાગોમાં ૮ નવેમ્બર સુધી વાવાઝોડા અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

Due to the present storm, tens of thousands of people in California are  without electricity - Huzzed

ઉત્તર પ્રદેશમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, દિવસ દરમિયાન તડકો તેમજ રાત્રિ દરમિયાન ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. જો દિલ્હી-એનસીઆર ની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. જોકે, સવારના સમયે રાજધાની ક્ષેત્રમાં ધુમ્મસ દેખાવાનું શરૂ થઈ ગયું છે.

Why it's not safe to flash hazard lights while driving in the rain

બિહારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નવેમ્બર મહિનામાં પણ બિહારમાં વરસાદની શક્યતા છે અને તે સામાન્ય કરતાં વધુ રહેશે. નવેમ્બરમાં રાજ્યના દક્ષિણ-પશ્ચિમ ભાગ સિવાય તમામ સ્થળોએ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

Weather Gif

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *