બિહાર ચૂંટણી પરિણામ ૨૦૨૫: આરજેડી-કોંગ્રેસનો સફાયો

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે ૬ નવેમ્બર(પહેલા તબક્કા) અને ૧૧ નવેમ્બર(બીજા તબક્કા)નું મતદાન થયું હતું. આ વખતે બિહારમાં મતદાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બંને તબક્કાનું મળીને સરેરાશ ૬૭.૧૩ % મતદાન થયું હતું. ત્યારે હવે આજે(૧૪ નવેમ્બર) બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. 

Bihar Chunav Result 2025 LIVE Updates: रुझानों में बीजेपी फिर निकली आगे,  NDA 140 के पार | Bihar Vidhan Sabha Chunav Ke Natije, Election Results Vote  Counting News in Hindi

ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર, તેજસ્વી યાદવ, આરજેડીના ગઢ રાઘોપુરમાં  ભાજપના હરીફથી પાછળ છે. સવારે ૧૧:૧૫ વાગ્યા સુધીમાં તેજસ્વી યાદવને ૧૦૯૫૭ મત મળ્યા, જ્યારે ભાજપના સતીશ કુમારને ૧૨૨૩૦ મત મળ્યા. ૩૦ માંથી ૪ રાઉન્ડના અંતે હાલમાં રાઘોપુરના ભાજપના ઉમેદવાર ૩૦૧૬ વોટથી લીડ મેળવી રહ્યા છે. 

Bihar Assembly election results 2025 LIVE: NDA touches 200; AIMIM opens  account

કોંગ્રેસ નેતા પવન ખેરાએ બિહાર ચૂંટણી પર ટિપ્પણી કરતા કહ્યું કે, ‘પ્રારંભિક વલણો દર્શાવે છે કે જ્ઞાનેશ કુમાર બિહારના લોકો સામે સફળ થઈ રહ્યા છે. આ લડાઈ ભાજપ, કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ વચ્ચે નથી. આ જ્ઞાનેશ કુમાર અને ભારતના લોકો વચ્ચે સીધી લડાઈ છે.’

Bihar Election Results 2025 Live Updates: NDA को बहुमत - 162 सीटों पर बढ़त,  महागठबंधन 80 सीटों पर आगे | Bihar Assembly Election Results 2025 Live  Updates: Exit Poll Outcomes Today; Sensex,

વલણોમાં એનડીએ ગઠબંધન ૧૯૦ બેઠકને પાર થઇ ગયું છે. તેમાં ભાજપને ૮૦, જેડીયુને ૮૨, એલજેપીને ૨૩ અને અન્યને ૫ બેઠક મળતી દેખાય છે. જ્યારે મહાગઠબંધનમાં આરજેડીને ૩૬, કોંગ્રેસને ૭, વીઆઈપીને 0 અને અન્યને ૬ સીટ મળતી દેખાય છે. વલણોમાં નુકસાન અંગે પ્રતિક્રિયા આપતાં આરજેડીએ કહ્યું કે વલણોમાં નુકસાન કેમ થયું એની સમીક્ષા કરવી પડશે. 

बिहार का बादशाह कौन! तेजस्वी या फिर नीतीश, आज होगा फैसला, ECI के साथ देखिए  सबसे सटीक नतीजे - bihar election result 2025 when will bihar chunav results  2025 declared where will

બિહારમાં કઈ પાર્ટી ફાયદામાં અને કોને મોટું નુકસાન 

 

પાર્ટી ૨૦૨૦ પરિણામ ૨૦૨૫ લીડ
ભાજપ ૭૪ ૮૦
જેડીયુ ૪૩ ૮૪
આરજેડી ૭૫ ૩૭
કોંગ્રેસ ૧૯ ૭

માહિતી અનુસાર અત્યાર સુધીના વલણોમાં એનડીએમાં ભાજપ ૭૭, જેડીયુ ૮૧, એલજેપી ૨૨ અને અન્ય ૫ બેઠક પર આગળ છે.  જ્યારે મહાગઠબંધનમાં આરજેડી ૪૧, કોંગ્રેસ ૭ અને વીઆઈપી ૦ તથા અન્ય ૬ બેઠક પર આગળ છે.

Bihar Election Result 2025:  આરજેડી-કોંગ્રેસનો સફાયો, તેજસ્વી યાદવ પણ પાછળ 2 - image

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *