સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે ૮૯ વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.

ધર્મેન્દ્રને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જોકે, ૧૦ નવેમ્બરે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમનો આખો પરિવાર તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. હેમા માલિની, સની દેઓલ, એશા દેઓલ, કરણ દેઓલ, રાજવીર દેઓલ અને અભય દેઓલે હોસ્પિટલમાં તેમની સારવારની માહિતી મેળવી હતી. આ સિવાય સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ધર્મેન્દ્રએ ૧૯૬૦ માં ફિલ્મ “દિલ ભી તેરા હમ ભી તેરે” થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 1961ની ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર ૬૫ વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેમણે શોલે (૧૯૭૫), ચુપકે ચુપકે (૧૯૭૫), સીતા ઔર ગીતા (૧૯૭૨), ધરમવીર (૧૯૭૭), ફૂલ ઔર પથ્થર (૧૯૬૬), જુગનુ (૧૯૭૩) અને યાદો કી બારાત (૧૯૭૩) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ધર્મેન્દ્રએ ૧૯૬૦ માં ફિલ્મ “દિલ ભી તેરા હમ ભી તેરે” થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ૧૯૬૧ ની ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર ૬૫ વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેમણે શોલે (૧૯૭૫), ચુપકે ચુપકે (૧૯૭૫), સીતા ઔર ગીતા (૧૯૭૨), ધરમવીર (૧૯૭૭), ફૂલ ઔર પથ્થર (૧૯૬૬), જુગનુ (૧૯૭૩) અને યાદો કી બારાત (૧૯૭૩) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

૨૦૨૩ માં આવેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાણીમાં તેમના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. તેમણે આ ફિલ્મમાં શબાના આઝમીને ચુંબન કર્યું હતું, જેની ઘણી ચર્ચા થઈ હતી.
