રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આજથી બે દિવસની ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ આજે સાંજે લગભગ ૦૬:૪૫ વાગ્યે દિલ્હી પહોંચ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે તેમના સન્માનમાં પ્રાઇવેટ ડિનરનું પણ આયોજન કરશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે,

જેમાં એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમની ખરીદીનો સમાવેશ થાય છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારતની છેલ્લી મુલાકાત ૬ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ હતી, એટલે કે રશિયા-યુક્રેન યુદ્ધ પછી પુતિનની આ પહેલી ભારતની મુલાકાત છે.

પ્રમુખ પુતિનની મુલાકાત ભારત-રશિયા વ્યૂહાત્મક સંબંધોની ૨૫ મી વર્ષગાંઠ નિમિત્તે છે. ૨૦૦૦ માં રશિયાના પ્રમુખ પુતિન અને તત્કાલીન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત કરી હતી.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ ભારત પહોંચી ગયા છે. તેમનું વિમાન પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું. વડાપ્રધાન મોદીએ ઉત્સાહથી તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ ગળે લગાવીને પોતાના મિત્ર પુતિનનું સ્વાગત કર્યું. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ પુતિન એક સાથે એક જ કારમાં રવાના થયા.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી પહોંચ્યા છે. તેમનું વિમાન પાલમ એરપોર્ટ પર લેન્ડ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાશે.

રશિયાના પ્રમુખ પુતિનની સાથે એક વિશેષ પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે. આ બિઝનેસ ડેલિગેશનમાં રાજેશ શર્મા પણ છે, જેની રશિયામાં એક મોટી ફાર્માસ્યુટિકલ્સ કંપની છે. તેઓ ૩૪ વર્ષથી રશિયામાં રહે છે. રશિયાની ફાર્મા કંપનીઓને ભારત સાથે મોટા કરાર થવાની આશા છે.

રશિયાના પ્રમુખ પુતિનનું પ્લેન ભારતના એર સ્પેસમાં દાખલ થઈ ચૂક્યું છે. તેની સુરક્ષાને લઈને દિલ્હીમાં સુરક્ષા હાઈ એલર્ટ પર છે.
