રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આજે સવારે -૦૯:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ગઈકાલે ભારત આવી પહોંચ્યા. વડાપ્રધાન મોદીએ તેમનું પાલમ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પછી બંને નેતાઓ એક જ કારમાં પીએમ નિવાસસ્થાને ગયા. પીએમ મોદીએ પુતિનના સન્માનમાં એક ખાનગી રાત્રિભોજનનું આયોજન કર્યું હતું, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયન ભાષામાં લખેલી ગીતાની એક કોપી પુતિનને ભેટમાં આપી. પીએમ મોદી અને પુતિન વચ્ચે આજે મુલાકાત થશે.

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આજે સવારે ૦૯:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સવારે ૧૦:૦૦ વાગ્યે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે સવારે રાજઘાટની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપશે.

પુતિન હૈદરાબાદ હાઉસ ખાતે ૨૩ મી ભારત-રશિયા સમિટમાં ભાગ લેશે. અહીં વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થશે. આ બેઠકમાં તેઓ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાંજે ૦૪:૦૦ વાગ્યે, પુતિન હૈદરાબાદ હાઉસ ખાતે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કરશે.

સાંજે ૦૫:૦૦ વાગ્યે, પુતિન ભારત મંડપમ ખાતે વ્યાપારી નેતાઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ, સાંજે ૦૭:૦૦ વાગે પુતિન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભમાં હાજરી આપશે. આ પછી, લગભગ રાત્રે ૦૯:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ પુતિન ભારતથી મોસ્કો જવા રવાના થશે.



પુતિનની ભારત મુલાકાત અંગેની પોસ્ટમાં ભાજપે લખ્યું, “પ્રોટોકોલ તોડીને, વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર રશિયન રાષ્ટ્રપતિનું પોતે સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ પુતિન ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાતે છે. આ દરમિયાન, તેઓ ૫ ડિસેમ્બરે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે ૨૩ મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.”
