ગોવાના નાઈટ ક્લબમાં લાગેલી આગ મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની એક કોર્ટે સૌરભ અને ગૌરવ લુથરાની ટ્રાન્ઝિટ આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ગોવા પોલીસે કોર્ટને જણાવ્યું કે લુથરા બ્રધર્સ પાસે ક્લબ ચલાવવાનું લાઇસન્સ નથી.

ગોવાનો ચર્ચીત બિર્ચ બાય રોમિયો નાઈટક્લબમાં આગ લાગવાના કેસમાં દિલ્હીની રોહિણી કોર્ટે રેસ્ટોરન્ટ માલિકો ગૌરવ લુથરા અને સૌરભ લુથરાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ગોવા પોલીસના વકીલે જણાવ્યું હતું કે આરોપી બ્રધર્સે દાવો કર્યો હતો કે તેઓ આ કામગીરીથી અજાણ હતા અને ઘટના પહેલા કામ માટે મુસાફરી કરી રહ્યા હતા. જોકે, ગોવા પોલીસે કોર્ટને લાઇસન્સ કરાર બતાવ્યો, જેમાં જણાવ્યું હતું કે તેમની પાસે રેસ્ટોરન્ટ ચલાવવાનું લાઇસન્સ નહોતું.

ગોવા પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમને ધંધા સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ સૌરભ લુથરાએ FSSAI લાઇસન્સ માટે અરજી કરી હતી. તેમણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના લાઇસન્સ માટે પણ અપ્લાય કર્યું હતું. GST લાઇસન્સ ડિટેલ્સમાં ગૌરવ લુથરા, સૌરભ લુથરા અને અજય ગુપ્તાના નામ છે. પંચાયત લાઇસન્સ પહેલાથી જ એક્સપાયર થઈ ગયું છે અને તેને રિન્યુ કરવામાં આવ્યું નથી.
![]()
આગ લાગ્યા પછી તરત જ લુથરા બ્રધર્સે ફ્લાઇટ બુક કરાવી હતી. તે ૦૧:૧૫ વાગ્યે બુક કરાવવામાં આવી હતી. તપાસને રોકવા માટે આ કરવામાં આવ્યું હતું . થાઇલેન્ડ તેઓ કોઈ ધંધાર્થે જવાના નહોંતા. જ્યારે પોલીસ ઘરે ગઈ, ત્યારે તેમની માતા અને પત્નીએ કહ્યું કે તેમને ખબર નથી કે તેઓ ક્યાં છે. તેમના વર્તનથી સાબિત થયું કે તેઓ તપાસ અને ધરપકડથી બચવા માંગતા હતા, અને ત્યારબાદ NBW જારી કરવામાં આવ્યું. એક LOC જારી કરવામાં આવ્યું અને ત્યારબાદ ૯ ડિસેમ્બરે બ્લુ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી .

ગોવા પોલીસના વકીલે કોર્ટને ફ્લાઇટની ડિટેલ્સ બતાવી જેમાં જણાવ્યું હતું કે લોકો મરી રહ્યા હતા અને મિલકતો બળી રહી હતી, અને લોકો ભાગી ગયા હતા. થાઇલેન્ડ જતી ફ્લાઇટ ૭ ડિસેમ્બરના રોજ સવારે ૦૫:૦૦ વાગ્યે ટેકઓફ કરવાની હતી. ઘટનાની જાણ થતાં, પોલીસ ઘરે પહોંચી, પરંતુ તેમની માતા અને પત્નીએ દાવો કર્યો કે તેમને ખબર નથી કે તેઓ ક્યાં છે. જ્યારે તેમના ફોન નંબર માંગવામાં આવ્યા, ત્યારે તેઓએ કહ્યું કે તેમની પાસે તે નથી.

ગોવા પોલીસનું કહેવું છે કે લુથરા બ્રધર્સોએ માસુમ લોકોને ફસાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ક્લબમાં ફક્ત આવા જવા માટે એક જ સાંકળો રસ્તો હતો, અને તેમને જ આ ફાયર શોનું આયોજન કર્યું હતું. ૬ ડિસેમ્બરે બિર્ચ નાઈટક્લબમાં લાગેલી આગમાં ૨૫ લોકોના મોત થયા હતા. લુથરા બ્રધર્સ પર સદોષ માનવવદનો આરોપ મુકવામાં આવ્યો છે.
