અભ્યાસો સૂચવે છે કે શિયાળા દરમિયાન બ્લડ પ્રેશરમાં ૫ થી ૧૦ મીમીએચજી નો વધારો થવાની સંભાવના રહે છે. આ હૃદયરોગ અને બીપી ના દર્દીઓ માટે એક મોટો પડકાર છે.

આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે શિયાળા ના આગમન સાથે, સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. જોકે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તીવ્ર ગરમી અને ડિહાઇડ્રેશન બ્લડ પ્રેશર માં વધારો કરે છે, હૈદરાબાદની એપોલો હોસ્પિટલ્સના સિનિયર ન્યુરોલોજીસ્ટ ડૉ. સુધીર કુમાર સમજાવે છે કે શિયાળા દરમિયાન પણ બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી શકે છે.

અભ્યાસો સૂચવે છે કે શિયાળા દરમિયાન બ્લડ પ્રેશરમાં ૫ થી ૧૦ મીમીએચજી નો વધારો થવાની સંભાવના રહે છે. આ હૃદયરોગ અને બીપી ના દર્દીઓ માટે એક મોટો પડકાર છે. શિયાળામાં નાના ફેરફારો પણ હૃદયના સ્વાસ્થ્યને અસર કરી શકે છે, તેથી યોગ્ય સાવચેતી રાખવાથી જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.


