બાંગ્લાદેશના મુખ્ય આંદોલનકારી શરીફ ઉસ્માન હાદીનું સિંગાપોરમાં અવસાન થયા પછી ઢાકામાં હિંસક પ્રદર્શન શરૂ થયા છે. પ્રદર્શનકારીઓઓએ અવામી લીગના વિરોધમાં નારે બાજી કરી હતી.
![]()
બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાની સત્તા દરમિયાન આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ભારત વિરુદ્ધ પણ નિવેદન આપનાર શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપોરમાં અવસાન થઈ ગયું છે. ઇકલાબ મંચના સંયોજકના અવસાન પછી ગુરુવારે મોડી રાતે વિરોધ પ્રદર્શન ભડકી ઉઠયા અને હિસા ભડકી હતી.

પ્રદર્શનકારીઓએ પહેલા મુખ્ય મીડિયાની ઓફિસ પર હુમલો કર્યો હતો અને તેને આગ લગાવી દીધી હતી. હાદીના અવસાન પછી બાંગ્લાદેશની વચગાળાની સરકારે શોક જાહેર કરીને લોકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરી છે. પ્રદર્શનકરીઓએ પહેલા આલો ( દેશનું સૌથી મોટું મીડિયા હાઉસ) અને ડેલી સ્ટારની ઓફિસ પર તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી અને આ ઉપરાંત પ્રદર્શનકરીઓએ રાજશાહીમાં વચગાળાની સરકારની ઓફિસને પણ આગ ચાંપી હતી.
![]()
