જીવનમાં રમતનું ખૂબ મહત્વ છે કારણ કે રમતથી શરીરનો સર્વાંગી વિકાસ થાય છે. શાળામાં અઠવાડિયે એક તાસ વ્યાયામનો લેવાય છે પરંતુ વર્ષમાં એક વાર વાર્ષિક રમતોત્સવનું આયોજન પણ થતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ૧૯, ૨૦ /૧૨ /૨૦૨૫ શુક્રવાર અને શનિવાર આમ બે દિવસ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા ગુજરાતી – અંગ્રેજી માધ્યમમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

બાલ વર્ગથી ધોરણ ૮ સુધીના બાળકોએ સંગીત ખુરશી, ડોલમાં ટેનિસ દડો થ્રો, લોટમાંથી ચોકલેટ શોધવી, મોઢેથી હવા ભરી ફુગ્ગા ફોડવા, દેડકાદોડ, કોથળાદોડ, ૫૦ મીટર દોડ, સોયમાં દોરો પરોવવો, બેડાદોડ, કબડ્ડી, લંગડી, ખો-ખો વગેરે રમતમાં બાળકોએ ઉત્સાભેર ભાગ લીધો હતો. વાર્ષિક રમતોત્સવ પૂર્ણ થતા ભાગ લેનાર રમતવીરો માંથી વિજેતા બનનાર રમતવીરોને સરખેજ કેળવણી મંડળ તરફથી મેડલ અને પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું તેમજ સાંઘીક રમતમાં વિજેતા બનનાર ટીમને ટ્રોફી અને પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત પ્રાથમિક વ્યાયામ શિક્ષક શ્રી રાજુભાઈ એ. પટેલ (સાબરકાંઠા), સરખેજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી એ.આર ચૌધરી સરના પ્રતિનિધિ તરીકે હેડ કોન્સ્ટેબલ શ્રીમિહિરભાઈ હસમુખભાઈ મકવાણા, સરખેજ વોર્ડના મહામંત્રી શ્રી છગનભાઈ ડાંગર, સરખેજ કેળવણી મંડળના પ્રમુખશ્રી ડૉ.મુકેશભાઈ એસ. પટેલ, ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ પટેલ, કેમ્પસ સુપરવાઇઝર શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ અને શાળાના આચાર્ય શ્રી વેદાંગકુમાર એસ. રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. આ રમતોત્સવ વ્યાયામ શિક્ષક શ્રી સુરેશભાઈ દેસાઈ, તીર્થભાઈ પટેલ, રોનક પારેખ, દ્રષ્ટિ બેન પટેલ , ભાવનાબેન મકવાણા સિનિયર શિક્ષિકા બહેન શ્રી હંસાબેન પટેલ સિનિયર શિક્ષક શ્રી વિનયભાઈ ત્રિવેદી સંચાલન કરનાર શ્રી રાજેશભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર પ્રાથમિક શાળાના શિક્ષક ગણ અને સેવક ભાઈ બહેનોની મહેનતથી દીપી ઉઠ્યો હતો.
