બીએમસી ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન

મુંબઈમાં બીએમસી ચૂંટણી ૨૦૨૫ ને પગલે રાજકીય માહોલ ગરમાયો છે.

Congress Goes Solo in Mumbai Civic Battle: In a major political move ahead  of the Brihanmumbai Municipal Corporation (BMC) elections, the Congress has  announced it will contest independently, parting ways with the

આ વચ્ચે શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ‘અત્યાર સુધી ભાજપે અમારો દુરૂપયોગ કર્યો. કોંગ્રેસની સાથે પણ અમારો એવો જ અનુભવ છે. આટલા વર્ષો બાદ અમે મરાઠી અને મહારાષ્ટ્ર માટે એમએનએસ સાથે આવ્યા છીએ.’ તેમણે દાવો કર્યો કે, મહારાષ્ટ્રની સુરક્ષા માત્ર શિવસેના જ કરી શકે છે.

Uddhav, Raj Thackeray announce Shiv Sena (UBT)-MNS alliance for BMC  elections

સેના ભવનમાં શિવસૈનિકોની બેઠકમાં તેમણે કહ્યું કે, ‘જ્યારે ધનુષ-બાણનું નિશાન છીનવી લેવાયો, તો વિચારો આપણને મશાલ શા માટે મળી. હું તમને અપીલ કરવા માગું છું કે અમારી સાથે દગો ના કરો. તમારામાંથી કોઈપણ પક્ષપલટો ના કરે. એ ક્ષણ માટે મારી ખુરશી પર બેસીને જુઓ. હું ચાર નામ આપું છું, તેમાંથી કોઈ એકને ટિકિટ આપી દો. અને શહેર પણ. મહારાષ્ટ્રની ભલાઈ માટે જો મને વિલન પણ કહેવામાં આવે તો પણ મંજૂર છે પરંતુ પોતાના વફાદારી ના વેચો.’

Eye on key BMC polls, Uddhav begins exercise to review position of Sena  (UBT) in Mumbai

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, ‘ભાજપે અમારો ખોટો ઉપયોગ કર્યો. કોંગ્રેસ સાથે પણ અમારો એવો જ અનુભવ છે. આટલા વર્ષો બાદ અમે મરાઠી અસ્મિતા માટે એમએનએસ ની સાથે ગઠબંધન કર્યું છે. ગઠબંધનમાં વસ્તુઓ હંમેશા એવી નથી હોતી જેવી કોઈ ઇચ્છે છે. તમે ગઠબંધન કરવા ઈચ્છો છો પરંતુ પોતાના વોર્ડ છોડ્યા વગર, આ જ તમારું સ્ટેન્ડ છે. અમારે પોતાના કેટલાક હકના વોર્ડ છોડવા પડી રહ્યા છે. અમે બંનેએ સાથે આવવાનો નિર્ણય શા માટે લીધો? આ એક ઇમોશનલ લડાઈ છે. હું તમારા સપોર્ટથી શિવસેનાને આગળ લઈ જઈ રહ્યો છું.’

Why BMC Elections Will Be A Prestige Battle For Uddhav Thackeray |  Explained | Explainers News - News18

શિવસેના(યુબીટી) પ્રમુખે એમ પણ કહ્યું કે, ‘જો કો ઈને ટિકિટ નથી મળતી અને તેઓ તુરંત ભાજપમાં ચાલ્યા જાય છે, તો શું પાર્ટી પ્રમુખના તમામ નિર્ણય તેમની મરજીથી લેવાય છે? તો શું મારે પણ ભાજપમાં જોડાઈ જવું જોઈએ? વિચારો આપણે કોના વિરુદ્ધ લડી રહ્યા છીએ. શું તેઓ શિવસેનાને ખતમ કરવા ઇચ્છે છે? જો મુંબઈમાં શિવસેનાનો સફાયો થઈ જશે, તો તેનો ઉદ્દેશ્ય મુંબઈ અને મહારાષ્ટ્રને ખાઈ જવાનો હશે. આજે તમારામાં જે જોશ છે, તે દેખાઈ રહ્યો છે, પરંતુ સેલિબ્રેશન 16 તારીખે દેખાવું જોઈએ.’

Read Uddhav Thackeray (UBT): “Congress Ka BMC Election Solo Ladna Risky  Hai, Opposition Ko Ekjut Hona Chahiye” - Gallinews India

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું આજે અહીંથી ઘરે જઈને નામ ફાઈનલ કરીશ. કાલે જાહેરાત કરીશું કે ઘણાંને ટિકિટ નહીં મળે. ઉમેદવારની યાદી મારો આદેશ છે. એક પણ શિવસૈનિક પાર્ટી નહીં છોડે. જરૂરી એ છે કે તમારો વોર્ડ જીતી જાય. છત્રપતિ શિવાજી મહારાજના સમયથી આ ભગવા ઝંડાએ અનેક ભાગલા જોયા છે. કિસ્મત બહાદુરોને પસંદ કરે છે, કાયરોને નહીં.’

Raj wasn't there in Bihar polls: Shiv Sena (UBT) on Congress going solo in  BMC election - The Economic Times

તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ‘કંઈપણ થઈ જાય અબ્દાલી કે એનાકોન્ડા (ભાજપ)ને હરાવવાના જ છે. આટલા વર્ષ આપણે લડ્યા, મુંબઈ કોઈ છીનવી ન શક્યું. આજે તમારામાં જોશ છે, ૧૬ જાન્યુઆરીએ સેલિબ્રેશન કરવાનું છે.’

About Mumbai - MyBMC - Welcome to BMC's Website

બીજી તરફ, આજે વંચિત બહુજન અઘાડી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. ત્યારે ભાજપ અને શિંદે જૂથમાં સતત થાણે અને મુંબઈને અનેક જગ્યાઓ માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ બંનેએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *