ટ્રમ્પની આ એક બેઠકના કારણે ૧ કલાકમાં ૨૧ હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી?

ભારતીય બુલિયન બજારમાં ૨૯ ડિસેમ્બર   છે. સવારે ચાંદીની કિંમત રૂ. ૨.૫૪ લાખના ઐતિહાસિક શિખરે પહોચી હતી. જેમાં ટ્રમ્પની બેઠકની અસર વર્તાઈ હતી. આમ બપોર સુધીમાં ફક્ત એક કલાકમાં ૨૧ હજાર રૂપિયા ચાંદી સસ્તી થઈ ગઈ હતી. ચાલો જાણીએ કે કયા ૬ કારણોના લીધે ચાંદીનો પારો અચાનક નીચે ગયો. 

Video thumbnail

રશિયાન-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે પોઝિટિવ વાતચીતના સમાચાર આવ્યા. ઘણી વખત રોકાણકારો સોના-ચાંદી જેવા સુરક્ષિત રોકાણમાંથી પૈસા નિકાળીને શેર માર્કેટ જેવા જોખમભર્યા વિકલ્પમાં લગાવે છે.

Trump, Zelensky keep talks light as Ukraine peace negotiations advance

ચાંદી આ વર્ષે સુપરસ્ટાર રહી છે, જેણે ૧૫૦ % થી વધુ વળતર આપ્યું છે. જ્યારે ભાવ રૂ ૨.૫૪ લાખના ઉચ્ચ સ્તરે પહોંચ્યા, ત્યારે મોટા વેપારીઓ અને ફંડ હાઉસે નફો મેળવવા માટે રીતે વેચાણ શરૂ કરી દીધું.

શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ(CME)એ ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ માટે માર્જિન મની વધારી દીધી છે. હવે ટ્રેડર્સઓ તેમની સ્થિતિ જાળવી રાખવા માટે વધુ રોકડ જમા કરાવવી પડશે. આ કડકાઈને કારણે ઘણા નાના અને મધ્યમ કદના ટ્રેડર્સને તેમની સ્થિતિ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે વેચાણનું દબાણ વધ્યું છે.

Silver Price Surges To Record High Amid Uncertainty - Outlook Money

માર્કેટ એક્સપર્ટના અનુસાર, ચાંદીનો ઉછાળો પેરાબોલિક (એકદમ સીધી રેખાએ…) બની ગયો હતો. ઇતિહાસ દર્શાવે છે કે, જ્યારે પણ ભાવ તેના ૨૦૦-દિવસની મૂવિંગ એવરેજથી નોંધપાત્ર રીતે ઉપર વધે છે, ત્યારે તીવ્ર ઘટાડો અનિવાર્ય છે. જેમાં ટેકનિકલ ચાર્ટ પર ચાંદી વધુ ગરમ થઈ ગઈ હતી.

Silver price today: Silver crosses Microsoft's m-cap to become  fifth-largest asset in the world; check details - The Times of India

ગત શુક્રવારે ચાંદીમાં ૧૦ % ઉછાળો આવ્યા હતો. નિષ્ણાતોનું માનવું છે કે, આ એક બ્લો ઓફ ટોપ હતું. આ પછી માર્કેટમાં મોટું કરેક્શન આવે છે. વર્ષ ૧૦૮૭ માં આવું જ થયું હતું, ત્યારે ૧૦ % ની તેજી બાદ કિંમતમાં ૨૫ % નો ઘટાડો થયો હતો. 

Silver prices plunge Rs 3,000/kg amid fears of demand slowdown, weighed  down by Trump tariffs - The Economic Times

ગ્લોબલ માર્કેટમાં અમેરિકન ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં સુધારાને પણ ચાંદીની ચમક ઓછી કરી દીધી છે. જ્યારે ડોલર મજબૂત થાય છે, ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના અને ચાંદી જેવી ચીજવસ્તુઓ મોંઘી થાય છે, જેના કારણે તેમની માગ ઓછી થાય છે.

Silver prices at record high: They can multiply fourfold!, here's why -  BusinessToday

એક્સપર્ટે રોકાણકારોને ચેતવણી આપતા કહ્યું છે કે, ઇતિહાસ દર્શાવે છે કે ચાંદીના ભાવમાં આવા અચાનક વધારા ઘણીવાર તીવ્ર ઘટાડા સાથે સમાપ્ત થાય છે. તેથી રોકાણકારોએ સાવધાની રાખવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *