રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપના રાજમાં નફરત વધી

 ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ત્રિપુરાના ૨૪ વર્ષીય વિદ્યાર્થી એન્જલ ચકમાની હત્યાના મામલે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Dehradun Angel Chakma Murder Case Rahul Gandhi Entry News Update | ऐंजल  चकमा हत्याकांड में राहुल गांधी की एंट्री: बोले- नफरत रातोंरात पैदा नहीं  होती, BJP के नेतृत्व ने इसे ...

દેહરાદૂનમાં ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમાની હત્યાના મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ આ ઘટનાને ‘હેટ ક્રાઇમ’ (નફરત પ્રેરિત ગુનો) ગણાવી ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. 

Rahul says retired soldiers not getting treatment in private hospitals:  Promised facilities & employment are also lacking; Congress MP raises issue  in a Parliamentary Standing Committee | Bhaskar English

આક્ષેપ કર્યો હતો કે આવી નફરત રાતોરાત પેદા નથી થતી, પરંતુ સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા વર્ષોથી પીરસવામાં આવતા ઝેરી કન્ટેન્ટ અને પૂર્વગ્રહયુક્ત વાતોને કારણે સમાજમાં નફરત હવે ‘નોર્મલ’ બની ગઈ છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત વિવિધતા, સન્માન અને એકતા પર ટકેલો દેશ છે, જ્યાં ડર અને અપશબ્દોને કોઈ સ્થાન નથી. તેમણે ત્રિપુરા અને પૂર્વોત્તર રાજ્યોના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઉમેર્યું કે દેશને તેમના પર ગર્વ છે અને ભારતીયોએ આવા હુમલાઓ સામે ચૂપ ન રહીને દેશના ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે.

Kapil Sibal In Rajya Sabha | MP Kapil Sibal Spills Hard Facts On State of  Unemployment In India

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ આ મુદ્દે મૌન તોડ્યું છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંબોધતા કહ્યું કે, ‘આ હત્યા કટ્ટરતા અને સરકારના નેતાઓની ચુપકીદીનું ચોંકાવનારું ઉદાહરણ છે. અમિત શાહજી, તમારે નફરતભર્યા ગુનાઓ સામે અવાજ ઉઠાવવો જોઈએ.’

Search intensifies for sixth accused in Angel Chakma murder case | ऐंजल  चकमा को चाकू मारने वाला नेपाल भागा: मौत से पहले कहा था- हम इंडियन हैं,  चाइनीज नहीं; त्रिपुरा के CM

ગત ૯ ડિસેમ્બરના રોજ દેહરાદૂનના સેલાકુઈ બજારમાં ત્રિપુરાના ઉનાકોટી જિલ્લાના વતની એન્જલ ચકમા અને તેના ભાઈ માઈકલનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીઓએ ચપ્પુ અને પિત્તળના નકલથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા એન્જલનું ૨૬ ડિસેમ્બરના રોજ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

Rahul Gandhi's mischief banter with Digvijay Singh day after 'RSS-BJP' post  | Watch

એન્જલના પિતા તરુણ ચકમા, જેઓ BSFમાં ફરજ બજાવે છે, તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે હુમલાખોરોએ તેમના પુત્રને ‘ચાઇનીઝ મોમો’ કહીને નસ્લીય ગાળો આપી હતી. જ્યારે એન્જલે પોતે ભારતીય હોવાનું કહી વિરોધ કર્યો, ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો. જોકે, સ્થાનિક પોલીસે નસ્લીય હુમલાની વાત નકારતાં જણાવ્યું છે કે એક આરોપી પોતે મણિપુરનો છે.

Tripura student killed after being called 'Chinese' in Uttarakhand;CM Dhami  speaks to victim's father, assures strict action; 5 arrested, 1 absconding  - Uttarakhand News | Bhaskar English

પોલીસે અત્યાર સુધીમાં બે સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી યજ્ઞરાજ અવસ્થી (નેપાળી મૂળનો) હજુ પણ ફરાર છે, જેના પર ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા વચ્ચે પણ આ મુદ્દે વાતચીત થઈ છે અને કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.

CCTV videos surface before Angel Chakma murder; Racial abuse, assault  outside liquor shop; main accused absconding - Uttarakhand News | Bhaskar  English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *