સરકારની Xને નોટિસ

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ( એક્સ )ને નોટિસ ફટકારી છે. Grok AIથી બનાવાયેલી તમામ અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયાથી હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

X Twitter GIF - X Twitter Elon - Discover & Share GIFs

આટલું જ નહીં સરકારે કંપનીને ૭૨ કલાકમાં રિપોર્ટ જમા કરાવવામાં કહ્યું છે. 

સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો 1 - image

છેલ્લા ઘણા દિવસોથી એક્સ પર ઘણા યુઝર્સ ગ્રોક AIનો દુરુપયોગ કરી રહ્યા છે. કોઈ પણ યુઝરની તસવીરોમાંથી AIની મદદથી વસ્ત્રો હટાવવા જેવી હરકતો કરવામાં આવે છે. આ મામલે સરકાર સામે પણ ફરિયાદો થઈ રહી હતી. હવે સરકારે આ મામલે એક્સને નોટિસ ફટકારી કન્ટેન્ટ હટાવવા આદેશ આપ્યા છે. જે બાદ કંપનીએ શું કાર્યવાહી કરી તેની પણ સમીક્ષા કરવામાં આવશે. કંપનીએ ૭૨ કલાકમાં કાર્યવાહીનો રિપોર્ટ પણ આપવાનો રહેશે.

Grok AI | Government warns Elon Musk-led X of legal action over vulgar and  unlawful content - Telegraph India

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઘણા કામો સરળ થયા છે. જોકે તેના નવા નવા ટ્રેન્ડના કારણે ચિંતા પણ ઊભી થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ( અગાઉ ટ્વિટર )  પર હાલમાં remove this ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

જેને લઈને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર સવાલ ઊભા કર્યા છે. તેમણે કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને કહી છે કે આ ટ્રેન્ડ મહિલાઓની પ્રાઈવસીનું હનન કરે છે. શિવસેના-UBTના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની માંગ છે કે Grok આવા ફીચર્સ પર સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન ન થાય તે માટે ટેક કંપનીઓ માટે કડક નિયમો બનાવવા કોઈએ. આ ફીચર્સની મદદથી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મહિલાઓની તસવીરથી કપડાં હટાવવાનું કહી રહ્યા છે. આ બધુ માત્ર ફેક અકાઉન્ટ સુધી સીમિત નથી. એવામાં સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરતી મહિલાઓ માટે મોટો ખતરો ઊભો થયો છે અને AIનો ઘોર દુરુપયોગ છે. 

X begins rolling out the 'About this account' feature to users' profiles

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોઈ પણ પોસ્ટની નીચે કોમેન્ટમાં વ્યક્તિ ગ્રોકને ટેગ કરી આદેશ આપી શકે છે. હાલમાં આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં યુઝર્સ ગ્રોકને ટેગ કરી જે કહે તે ગ્રોક કરી બતાવે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *