અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે જો નવી દિલ્હી રશિયાના ઓઈલ મુદ્દે અમારી મદદ નહીં કરે તો ભારતથી થતી આયાત પર વર્તમાન ટેરિફના દરોમાં વધારો ઝીંકવામાં આવી શકે છે. ટ્રમ્પે એક જાહેર સંબોધનમાં આ ધમકી આપી હતી.

ભારત દ્વારા રશિયાના ઓઈલની આયાત વિશે બોલતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અસલમાં તે મને ખુશ કરવા માગતા હતા. પીએમ મોદી એક સારી વ્યક્તિ છે. તે એક સારા માણસ છે. તે જાણતા હતા કે હું નારાજ છું. મને ખુશ કરવો જરૂરી હતું. હવે અમે જલદી જ તેમના પર ટેરિફ ઝીંકીશું.
ટ્રમ્પ ભારત અને રશિયા વચ્ચે થઈ રહેલા ઓઈલ વેપાર વિશે વાત કરી રહ્યા હતા જેનો અમેરિકા લાંબા સમયથી વિરોધ કરે છે. ઓગસ્ટ ૨૦૨૫ માં ભારત પર ટેરિફ બમણો કરીને ૫૦ % કરવા પાછળ રશિયા સાથે ઓઈલ વેપારને એક મોટું કારણ માનવામાં આવ્યું હતું.
