પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફની થશે ધરપકડ !

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ માટે નવી મુશ્કેલીઓ ઉભી થઈ છે. બલૂચિસ્તાને પાકિસ્તાની વડાપ્રધાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરીને ખળભળાટ મચાવ્યો છે. મીર યાર બલોચે સોશિયલ મીડિયા દ્વારા આ વોરંટની જાહેરાત કરતા જણાવ્યું કે, આ આદેશ 8 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે. શહબાઝ શરીફ પર બલૂચિસ્તાનના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા અને પ્રાદેશિક સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

Pakistani PM said 'Enemy cannot snatch even a drop'; Claims, 'Will teach a  lesson, will remember for life', Bilawal also gave threat | Bhaskar English

બલૂચિસ્તાન ગણરાજ્યએ સ્પષ્ટ કહ્યું છે કે, તે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય છે. નવા નિયમો મુજબ, કોઈપણ વ્યક્તિ પછી ભલે તે ગમે તેટલા ઊંચા હોદ્દા પર હોય, તેણે બલૂચિસ્તાનના ઈમિગ્રેશન કાયદાઓનું પાલન કરવું ફરજીયાત છે. માન્ય વિઝા અથવા કાયદેસરની પરવાનગી વગર પ્રવેશ કરવો ગુનો ગણાશે. વોરંટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શહબાઝ શરીફને બલૂચિસ્તાનના કોઈપણ એરપોર્ટ અથવા પ્રસ્થાન સ્થળ પર કસ્ટડીમાં લેવામાં આવી શકે છે.

બલૂચિસ્તાન ગણરાજ્યએ એક સત્તાવાર નિવેદનમાં પાકિસ્તાનના તમામ અધિકારીઓ અને નાગરિકો માટે અંતિમ ચેતવણી જારી કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ક્વેટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અથવા અન્ય કોઈપણ પ્રવેશ બિંદુઓ પર શહબાઝ શરીફની ધરપકડ કરવાનો અધિકાર સુરક્ષિત રાખવામાં આવ્યો છે. કાયદાના કોઈપણ ભંગના કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિને બળજબરીથી પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવશે.

બલૂચિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને સંદેશ આપતા કહ્યું છે કે, કોઈપણ સાર્વભૌમ દેશમાં પ્રવેશવા માટે માન્ય વિઝા હોવા જરૂરી છે. જમીન, સમુદ્ર કે હવાઈ માર્ગે વિઝા વગરનો પ્રવેશ એ દેશની સાર્વભૌમત્વ માટે પડકાર માનવામાં આવશે. બલૂચિસ્તાને પોતાના કાયદા અને અધિકારોની સુરક્ષા માટે કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

Shehbaz Sharif News,बलूचिस्तान में प्रधानमंत्री शहबाज शरीफ के खिलाफ  'गिरफ्तारी वारंट', पाकिस्तान में यह क्या हो रहा है? - why balochistan issue  an arrest warrant against ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *