ગુજરાત રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપનમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ટ્રાફિક બ્રિગેડ (ટીઆરબી) જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ વિભાગે ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં રૂ. ૧૫૦ નો વધારો કર્યો છે. ત્યાર સુધી ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન રૂ. ૩૦૦ માનદ વેતન ચૂકવવામાં આવતું હતું, જે હવે વધારીને રૂ. ૪૫૦ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૮ ના ઠરાવ બાદ લાંબા સમય પછી આ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.
)
વેતન વધારાનો નવો નિર્ણય આજથી જ અમલી બનશે. રાજ્યના અંદાજે ૧૦,૦૦૦ થી વધુ ટીઆરબી જવાનો અને તેમના પરિવારોને આ આર્થિક વધારાનો સીધો લાભ મળશે.
)
શરૂઆતમાં સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, જે આજે સમગ્ર રાજ્યમાં કાર્યરત છે. ટ્રાફિક નિયમનમાં પોલીસને પૂરક બનતા આ જવાનોની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના હેતુથી સરકારે આ સંવેદનાત્મક અભિગમ અપનાવ્યો છે.

