અમદાવાદના આસારામ આશ્રમ પર બુલડોઝર ફરશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટા પાયે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં સાબરમતી વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ આસારામ આશ્રમ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(AMC) કમર કસી છે.

સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર આવેલો છે. જેની કિંમત અંદાજે ૫૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સર્વે દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ આશ્રમમાં ૩૨ જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે. AMCના પશ્ચિમ ઝોન દ્વારા આ દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી.

41 Photos of Sant Shri Asaramji Ashram in Sabarmati, Ahmedabad - Justdial

આશ્રમ સંચાલકોએ આ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂરી મેળવવા અરજી કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અરજીને નામંજૂર કરી દીધી છે. હાલ આ મામલો એપેલેટ ઑથોરિટી સમક્ષ પેન્ડિંગ છે. આજે બુધવારે મળેલી AMCની લીગલ કમિટીની બેઠકમાં ચેરમેન પ્રકાશ ગુર્જરે તાત્કાલિક વકીલની નિમણૂક કરી આ કેસનો ઝડપથી નિકાલ લાવવા સૂચના આપી છે, જેથી ડિમોલિશનની કામગીરી શરુ કરી શકાય.

Bulldozers headed for Asaram's ashram in Delhi - Rediff.com

રાજ્ય સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ‘ઓલિમ્પિક વિલેજ’ અને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી કરી રહી છે. આ સર્વેમાં માત્ર આસારામ આશ્રમ જ નહીં, પરંતુ ભારતીય સેવા સમાજ, સદાશિવ આશ્રમ ઉપરાંત અંદાજે ૧૫૦ જેટલા રહેણાક મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે.

Asaram Bapu's Ashram Land In Gujarat To Be Used For India's 2036 Olympics  Infrastructure | India News - News18

લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે સ્પષ્ટ કર્યું છે કે સ્પોર્ટ્સ સંકુલ ફેઝ-૨ ના ડેવલપમેન્ટ માટે આ ગેરકાયદે બાંધકામો હટાવવા અનિવાર્ય છે. એપેલેટ ઑથોરિટીમાં કેસનો નિકાલ આવતાંની સાથે જ વહીવટી તંત્ર દ્વારા વર્ષો જૂના આ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *