૧૫૦૦ કિ.મી. દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ ભારતની મિસાઇલ

ભારતે ૧૫ મિનિટમાં ૧૫૦૦ કિલોમીટર દૂર દુશ્મનનો ખાતરો કરતી ઘાતક મિસાઇલ બનાવીને સંરક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને (ડીઆરડીઓ) ખાસ ભારતીય નૌસેના માટે બનાવેલી આ મિસાઇલનું નામ LRAShM (લાંબા અંતરની એન્ટી-શીપ મિસાઇલ) છે. રિપોર્ટ મુજબ ૨૬ જાન્યુઆરીએ દુનિયા ભારતની નવી હાયપરસોનિક શક્તિ જોશે. એટલે કે પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પરેડમાં આ મિસાઇલ જોવા મળશે. 

India Flaunts Mach 10 Hypersonic Missile Designed To Keep Chinese Carrier Groups 1,500 Km Away

ડીઆરડીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.પ્રસાદ ગૌડે કહ્યું કે, આ મિસાઇલની સ્પીડ એવી છે કે, દુશ્મનો પણ તેને પકડી શકતા નથી. આ જ કારણે તેને ‘સી ઑફ વૉરની ગેમ-ચેન્જર’ કહેવામાં આવે છે. તેની રેન્જ ૧૫૦૦ કિલોમીટરની હોવાથી તે દુશ્મનના યુદ્ધજહાજોને ટાર્ગેટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જો દરિયામાં ક્યાંય પણ ખતરો હશે તો ભારતી નૌસેના આ મિસાઇલનો ઉપયોગ કરીને માત્ર ૧૫ મિનિટમાં દુશ્મનને પાણીમાં ધરબી શકે છે. તેમાં જુદા જુદા પ્રકારના પેલોડ અને વૉરહેડ લઈ જવાની ક્ષમતા હોવાના કારણે તે નાના કે મોટા યુદ્ધ જહાજોને નિશાન બનાવી સકે છે.

1500+ km Rang Hypersonic GLIDE Missile, LRAShM for Indian Navy (VC: ANI)

LRAShMની ખાસિયત…

  • LRAShM એક હાયપરસોનિક ગાઇડેડ મિસાઇલ છે.
  • મિસાઇલ અવાજથી અનેક ઘણી સ્પીડે ઉડે છે
  • મિસાઇલ ૧૫૦૦ કિમી દૂર દુશ્મનનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે.
  • તે જુદા જુદા પ્રકારના પેલોડ અને વૉરહેડ પણ લઈ શકે છે.
  • મિસાઇલમાં દુશ્મન દેશમાં ઘૂસવાની અને ચકમો આપવાની ક્ષમતા

🇮🇳 India strengthens its shield DRDO is fast-tracking next-generation Ballistic Missile Defence (BMD) with advanced AD-AH & AD-AM interceptors to counter hypersonic and MIRV threats. A major leap in national security and

મિસાઇલની વિશેષ ખાસિયતની વાત કરીએ તો LRAShM દુશ્મનના આકાશમાં ઘૂસીને ચકમો આપી શકે છે અને સરળતાથી હુમલો પણ કરી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, લાંબા અંતર સુધી ટાર્ગેટ કરનારી હાયપરસોનિક મિસાઇલ હાલ ઓછા દેશો પાસે છે.

India’s Hypersonic LRAShM: 1500 km Strike in 15 Minutes | DRDO’s Project Vishnu Explained

૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ યોજાશે, જેમાં LRAShM જોવા મલશે. આ ઉપરાંત ડીઆરડીઓ ના ટેબ્લોમાં ધનુષ ગત સિસ્ટમ, આકાશ (L) લૉન્ચર અને સૂર્યાસ્ત્ર રૉકેટ સિસ્ટમ પણ નિહાળવા મળશે. ડીઆરડીઓની ઘાતક મિસાઇલથી સ્પષ્ટ સંકેત છે કે, હવે ભારત માત્ર આયાત કરતો દેશ નથી, પરંતુ હવે દેશ ઍડ્વાન્સ્ડ મિસાઇલ ટૅક્નોલૉજીમાં આત્મનિર્ભર શક્તિ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *