ટી-૨૦ વર્લ્ડકપ: બાંગ્લાદેશના મોહમાં પાકિસ્તાન ટુર્નામેન્ટ છોડે તો કયા દેશને મળશે એન્ટ્રી?

T20 World Cup Bangladesh Withdraws Scotland Qualifies After ICC Decision | T -20 વર્લ્ડકપમાંથી બાંગ્લાદેશ બહાર, સ્કૉટલેન્ડ ઇન, ICCના નિર્ણયથી થયા આ  ફેરફાર

ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૬ માં વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આઈસીસી એ બાંગ્લાદેશને બહારનો રસ્તો બતાવ્યો છે ત્યારે પાકિસ્તાન પણ હવે ટુર્નામેન્ટના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યું છે. પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પાકિસ્તાનની સરકાર બાંગ્લાદેશની પડખે ઊભી રહેવા માટે ટુર્નામેન્ટ છોડવાની જાહેરાત કરી શકે છે. 

pakistan vs bangladesh match abandoned champions trophy 2025 | બાંગ્લાદેશ  સામેની મેચ વરસાદમાં ધોવાઈ જતા પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર  ફેંકાઈ

ટુર્નામેન્ટ રમવું કે નહીં તે મુદ્દે પાકિસ્તાનની સરકાર લેશે નિર્ણય

આઈસીસી એ બાંગ્લાદેશને ટી-૨૦ વર્લ્ડકપમાંથી બહાર કર્યું છે. બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડને એન્ટ્રી આપવામાં આવી છે. જોકે બાંગ્લાદેશની હકાલપટ્ટીથી હવે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ આઈસીસી ને ધમકી આપતા કહ્યું છે કે, બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે અને આઈસીસી બેવડું વલણ અપનાવી રહ્યું છે. નકવીએ કહ્યું કે, મેં આઈસીસી ની બેઠકમાં પણ કહ્યું હતું કે બેવડું વલણ અપનાવી શકાય નહીં. કોઈ પણ ભોગે બાંગ્લાદેશને ટી-૨૦ વર્લ્ડકપમાં સામેલ કરો. અમે બંને આઈસીસી ના સભ્ય છીએ. કોઈ એક દેશ બીજા દેશ પર પોતાનો નિર્ણય થોપી ના શકે. આવું ચાલતું રહ્યું તો પાકિસ્તાન પણ પોતાનો પક્ષ મજબૂતાઈથી મૂકશે. આઈસીસી નો બૉયકોટ કરવાના સવાલ પર નકવીએ કહ્યું છે કે, આ મુદ્દે પાકિસ્તાનની સરકાર જ અંતિમ નિર્ણય લેશે. અમારી પાસે પ્લાન એ, બી, સી, ડી… બધુ તૈયાર છે. ચિંતા કરવાની જરૂર નથી. અમને આઈસીસી કરતાં અમારી સરકાર પર વધારે ભરોસો છે. 

WTC final to go ahead as planned: ICC after Britain adds India to travel  'red list'

પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડકપ છોડશે તો તેને બદલે યુગાંડાને ટુર્નામેન્ટમાં સામેલ કરાશે. યુગાંડાને ગ્રુપ-એમાં ભારત, નામીબિયા, નેધરલેન્ડ અને અમેરિકા સાથે રાખવામાં આવશે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં પણ યુગાંડાએ ભાગ લીધો હતો. કોઈ પણ ટુર્નામેન્ટમાંથી જ્યારે એક ટીમ બહાર થાય ત્યારે ટીમોની રેન્કિંગના આધારે પાછળની ટીમને એન્ટ્રી આપવામાં આવે છે. બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું. એવામાં પાકિસ્તાનના સ્થાને યુગાંડાને એન્ટ્રી આપવામાં આવી શકે છે. 

From boycott to banishment? What awaits Bangladesh if they walk away from T20  World Cup 2026 in India | News | Zee News

આઈસીસી એ ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૬માંથી બાંગ્લાદેશને બહાર કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં ન રમવાની જીદે ચઢેલા બાંગ્લાદેશને બદલે હવે સ્કોટલેન્ડ ટુર્નામેન્ટ રમશે. સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ પણ થઈ ગઈ છે. આઈસીસી એ બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના આ અંગે પત્ર પણ લખ્યો છે. બાંગ્લાદેશની હકાલપટ્ટી બાદ હવે સ્કોટલેન્ડની ગ્રુપ-સી માં એન્ટ્રી થઈ છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી સામેલ છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ સપ્તાહથી આઈસીસી અને બાંગ્લાદેશ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. બાંગ્લાદેશની જીદ હતી કે તેમની ટીમ ભારત નહીં આવે અને તેમની મેચો પાકિસ્તાનની જેમ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવે. જોકે આઈસીસી એ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે ટુર્નામેન્ટમાં રહેવું હોય તો ભારત આવીને જ રમવું પડશે. આઈસીસી બોર્ડની મીટિંગમાં પણ ૧૪-૨ થી બાંગ્લાદેશની મેચો ભારતમાં જ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે બાંગ્લાદેશનો દાવો હતો કે ભારતમાં તેમના ખેલાડીની સુરક્ષાનો ખતરો રહેશે. 

ICC New Rules: ఆ మూడు రూల్స్‌ని సవరించిన ఐసీసీ.. అవేంటంటే? - NTV Telugu

બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ગમે તે ભોગે તેમની ટીમ ભારત તો નહીં જ આવે. નોંધનીય છે કે બાંગ્લાદેશ ભારત સાથે પંગો લઈ રહ્યું છે તે વિવાદનું મૂળ આઈપીએલ સાથે જોડાયેલું છે. હાલમાં જ આઈપીએલ માંથી બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી. ત્યારથી જ બાંગ્લાદેશ રોષે ભરાયેલું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાના કારણે આઈપીએલ માં બાંગ્લાદેશી ખેલાડીનો વિરોધ થયો હતો. ભારે આક્રોશ અને વિરોધના કારણે તેને આઈપીએલ માંથી રીલીઝ કરવામાં આવ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *