રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળશે. ૨૪ કલાકમાં તાપમાન ૩ થી ૫ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું છે કે રાજ્યમાં ૨૪ કલાકમાં તાપમાન ૩ થી ૫ ડિદ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. ૨૮ જાન્યુઆરી બાદ તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી આસપાસ નોંધાશે. નલિયામાં સૌથી ઓછું ૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૧૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૩-૪ ડિગ્રી તાપમાન હજુ આગામી ૩ દિવસ નીચું જશે. ૩-૪ દિવસ બાદ વાતાવરણ ઊંચું જવાની શક્યતા છે.
![]()
અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતું વરસાદની શક્યતા નથી. ૩ જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે. જે પાકિસ્તાનથી રાજસ્થાન, પંજાબ તરફ જશે. આ સિસ્ટમની અસર ગુજરાત પર જોવા મળશે નહી.

