ગાંધીનગરના બિલ્ડરના પુત્રની આત્મહત્યા

અમદાવાદમાં બિલ્ડરના દીકરાએ પૈસાની લેતી દેતી મામલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Kadi Body Found: Rishi Patel Suicide Note Mentions 50 Lakh Deal

અમદાવાદમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર ૧૩ દિવસ પહેલા લગ્ન થયેલા યુવકે આપઘાત કરી લીધાનો મામલો સામે આવ્યો છે. મૃતક યુવકનો મૃતદેહ કડી કેનાલ નજીકથી મળ્યો હતો. યુવકનું નામ ઋષભ હોવાનું જાણવા મળ્યું છે. જે થોડા દિવસોથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

Kadi Body Found: Rishi Patel Suicide Note Mentions 50 Lakh Deal

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડરના દીકરા તથા પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ દ્વારા પૈસાની લેતીદેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવવાનો પગલું ભર્યું.

પોલીસને મળેલી માહિતી અનુસાર, ઋષભના લગ્નને હજુ ૧૩ દિવસ જ થયા હતા. અચાનક તેના ગુમ થવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો, ત્યારબાદ કડી કેનાલ નજીકથી તેનો મૃતદેહ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *