નાણામંત્રી નિર્મલા સીતારમણ ૯ મી વખત રજૂ કરશે સામાન્ય બજેટ

નિર્મલા સીતારમણના બજેટ લૂક પર એક નજર... 

૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ની સવારે ૧૧:૦૦ વાગ્યે જ્યારે નાણામંત્રી બજેટ ભાષણ શરૂ કરશે ત્યારે તે માત્ર બજેટ નહીં પણ કરોડો ભારતીયોની ‘આશાનું ઇન્વેન્ટરી’ હશે. ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદા હોય કે સસ્તી દવાઓના મલમ, સરકારનો ઇરાદો મધ્યમ વર્ગના ખિસ્સાને ‘ગરમ’ રાખવા સાથે દેશની તિજોરીને ‘નરમ’ ન પડવા દેવાનો છે. ખાસ કરીને આ બજેટમાં સરકારનું ધ્યાન દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર હશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત નવમી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચશે -

નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવશે. આ વખતે દેશની નજર કસ્ટમ સુધારાઓ પર રહેશે. ૨૦૧૯ માં તેમના પહેલા બજેટમાં, સીતારામણે દાયકાઓ જૂના ચામડાના સૂટકેશને લાલ કાપડમાં લપેટેલા પરંપરાગત ‘વહી-ખાતા’માં બદલી નાખ્યું હતું. છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે.

Budget 2024: નાણા મંત્રી નિર્મલા સીતારમણના 'નવરત્ન', જાણો કોણ છે એ નવ લોકો  જેમણે તૈયાર કર્યું બજેટ - Gujarati News | Budget 2024 Finance Minister  Nirmala Sitharaman's Navaratna Know ...

રવિવાર ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સંસદમાં કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે. આમ જોવા જઈએ તો શેર બજારમાં શનિવાર અને રવિવારે રજા હોય છે, પણ આવતીકાલનો રવિવાર રોકાણકારો માટે સામાન્ય રજાથી અલગ છે. નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૭ માટે બજેટ ભાષણ થશે. તેમાં ઘણી મોટી જાહેરાતોની સંભવાના છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેજ અને બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જે એલાન કર્યું છે કે આ દરમિયાન શેર બજાર ખુલ્લુ રહેશે. સામાન્ય દિવસની જેમ જ કારોબાર થશે.

Interesting facts of Union Budget - બજેટ વિશે આ 10 વાતો જાણો છો આપ ?

વર્ષ ૨૦૨૫-૨૬ માટે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રાજકોષીય ખાધ ધરાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો આવક કરતા જાવક વધી જાય ત્યારે ખાધ ઊભી થાય છે. નાણામંત્રી સીતારામને વર્ષ  ૨૦૨૫-૨૬ માટે કુલ ૧૬.૧૩ લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.  આર્થિક જાણકારોના મતે ખાધવાળું બજેટ રજૂ કરવાનો મોટો ફાયદો એવો છે કે, તેનાથી આર્થિક વિકાસને વેગ મળે છે. સામાન્ય સંજોગોમાં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ અને અન્ય વિકાસ યોજનાઓમાં મોટાપાયે રોકાણ કરવામાં આવે છે. આ સેક્ટરમાં કરવામાં આવેલું રોકાણ લાંબા સમયે અર્થતંત્રને મજબૂત બનાવે છે અને વેગ આપે છે. તે ઉપરાંત મોટાપાયે સરકારી ખર્ચ થવાથી આ સેક્ટર મજબૂત બને છે અને તેમાં રોજગાર વધે છે તથા સર્વિસની ડિમાન્ડ અને માર્કેટ ડિમાન્ડ વધે છે. જે ઈકોનોમીને વેગ પૂરો પાડે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *