અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે ૨૫ થી ઘટી ૧૮ % ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પરનો રેસીપ્રોકલ ટેરિફ ૨૫ % થી ઘટાડીને ૧૮ % કરી દીધો છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ પીએમ મોદીએ પણ પોસ્ટ શેર કરી આભાર માન્યો હતો. 

Trump Cuts Tariff on Indian Goods to 18%, India Opens Market Fully Under  New Trade Deal - Jharkhand Mirror

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં મોટી મદદ મળશે તેમ માનવામાં આવે છે.

Trump claims trade deal with India, reduces reciprocal tariffs from 25% to  18%

ટ્રમ્પે અમેરિકા દ્વારા ભારત પર લેવામાં આવતા રેસીપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff) ને ૨૫ % થી ઘટાડીને 18% કરવાની જાહેરાત કરી છે. સામે પક્ષે, ભારત પણ અમેરિકા સામેના તેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને ‘શૂન્ય’ કરવા માટે આગળ વધશે. 

Trump, Modi announce US-India trade deal, US tariffs on Indian goods cut to  18% - The Morning Voice

ટ્રમ્પની પોસ્ટ બાદ વડાપ્રધાન મોદીએ પણ X પર પોસ્ટ કરી હતી, જેમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો, મને ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે ૧૮ % ટેરિફ લાગશે, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે, ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે આતુર છીએ. 

India-US Trade Deal Timeline: From 50% Cliff To 18% Relief — The Long Road  To The

ભારતે અમેરિકા પાસેથી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ અને કોલસા સહિતના વિવિધ ક્ષેત્રોમાં $ ૫૦૦ બિલિયન ડોલરથી વધુની ખરીદી કરવાની ખાતરી આપી છે. આ સાથે જ પીએમ મોદીએ “બાય અમેરિકન” (Buy American) ના અભિયાનને પ્રોત્સાહન આપવા માટે પણ સહમતિ દર્શાવી છે.

Trump announces new US-India trade deal cutting reciprocal tariffs to 18%

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Truth Social પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, ‘આજે સવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવી એ મારા માટે સન્માનની વાત હતી. અમે વ્યાપાર અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત સહિત અનેક બાબતો પર ચર્ચા કરી. તેઓ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સ તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી ઘણું વધારે તેલ ખરીદવા માટે સંમત થયા છે. આનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે, જ્યાં અત્યારે દર અઠવાડિયે હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે!’

May be an image of ‎the Oval Office and ‎text that says "‎הולזב আা 5G LNG IL OIL‎"‎‎

તેમણે વધુમાં લખ્યું છે કે, ‘તાત્કાલિક અસરથી અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે એક વ્યાપાર સોદા પર સહમતિ સાધી છે, જેના દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ઘટાડેલો રેસિપ્રોકલ ટેરિફ (પરસ્પર ટેક્સ) વસૂલશે, જેને ૨૫ % થી ઘટાડીને ૧૮ % કરવામાં આવશે. તેઓ એ જ રીતે યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના તેમના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને શૂન્ય (ZERO) કરવા તરફ આગળ વધશે.’

India, US agree on trade deal; tariffs on Indian goods cut to 18%: Trump

તેમણે એમ પણ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ ૫૦૦ અબજ ડોલરથી વધુના યુ.એસ. એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણી પ્રોડક્ટ્સ ખરીદવા ઉપરાંત મોટા પાયે ‘બાય અમેરિકન’ (અમેરિકન વસ્તુઓ ખરીદવા) માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે. 

Trump's tariff war: How India, China and Russia are testing US power -  what's next - The Times of India

અમેરિકાએ ભારત માટે આયાત ડ્યુટી (ટેરિફ) ૨૫ % થી ઘટાડીને ૧૮ % કર્યો: ટ્રમ્પે પોસ્ટ શેર કરી કર્યું એલાન

અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે 25થી ઘટી 18 ટકા ટેરિફ, સામે અમેરિકાથી આયાત થતી ચીજો પર શૂન્ય થશે 2 - image

India defies US pressure, stands by Russian oil imports

ટ્રમ્પે ગત વર્ષ ૨૦૨૫ માં ભારત પર વેપાર ખાધનો આરોપ લગાવીને ૨૫ % ટેરિફ લાદ્યો હતો. જે બાદ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવા બદલ ભારત પર વધારાનો ૨૬ % ટેરિફ લગાવી દીધો હતો. ત્યારથી ભારત અને અમેરિકા સંબંધમાં વધુ ખટાશ આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *