બજેટ બાદ હવે આમ આદમી માટે ૬ ફેબ્રુઆરીએ થઈ શકે આ મોટું એલાન

૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આરબીઆઈ ની મોનેટરી પોલિસી મિટિંગ પર બધાની નજર ટકી છે. એવામાં નોમુરા સહીત મોટાભાગની મોટી નાણાકીય સંસ્થાઓના અર્થશાસ્ત્રીઓના ઓપીનીયન એકરૂપ દેખાઈ રહ્યા છે.

Finance Ministry Highlights Key Tax Reforms & Progress From Budget 2025  Ahead Of Union Budget 2026-27

બજેટ બાદ સામાન્ય માણસ, શેરબજાર અને અર્થશાસ્ત્રીઓની નજર હવે ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ યોજાનારી રિઝર્વ બેંક ની મોનેટરી પોલિસી મિટિંગ પર ટકી છે. એવામાં મોટાભાગની મોટી નાણાકીય સંસ્થાઓના અર્થશાસ્ત્રીઓનો ઓપોનીયન એકરૂપ દેખાય છે. નોમુરા, સિટી ઇન્ડિયા, એસબીઆઈ, જેપી મોર્ગન સહિત અનેક એક્સપર્ટનું માનવું  છે કેમોનેટરી પોલિસી કમિટી (એમપીસી) આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. તેઓનું કહેવું છે કે આરબીઆઈ હાલમાં ઈન્ફ્લેશન ટ્રેન્ડસ, રૂપિયાની ગતિવિધિઓ અને વૈશ્વિક પરિસ્થિતિઓની સ્પષ્ટ સમજ મેળવવા માંગશે અને “વેઇટ એન્ડ સી”ની નીતિ અપનાવી છે.

Union Budget redefines the individual tax experience

અર્થશાસ્ત્રીઓના મતે, રૂપિયા પર દબાણ, વૈશ્વિક બજારની અસ્થિરતા અને વિદેશી કેપિટલ ઇનફ્લો જેવા પરિબળો ભવિષ્યમાં નીતિગત નિર્ણયોને પ્રભાવિત કરશે.  રૂપિયાની કમજોરી પોતે કોઈ સમસ્યા નથી, પરંતુ કેપિટલ ફ્લોના અભાવનું સંકેત છે. ખાસ કરીને એફડીઆઈ સ્તર એટલા મજબૂત નથી કે તેઓ ચાલુ ખાતાની ખાધને સરળતાથી ભંડોળ પૂરું પાડી શકે છે. તેમનું માનવું છે કે જો વૈશ્વિક અસ્થિરતા લાંબા સમય સુધી ચાલુ રહે તો આરબીઆઈ એ ફોરેન એક્સચેન્જ અનામતનો વધુ પડતો ઉપયોગ કરવાને બદલે રૂપિયાને “શોક ઓબ્જર્વર” તરીકે કામ કરવા દેવું જોઈએ.

એક્સપર્ટ સમજાવે છે કે, જો રૂપિયો વધુ પડતો ઘટે તો તે રોકાણકારોના વ્યવહારને અસર કરી શકે છે અને વિદેશી રોકાણમાં મોડું કરી શકે છે. ચલણ વિશેની અપેક્ષાઓ આજકાલ રોકાણના નિર્ણયોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આથી રૂપિયાના મૂલ્યાંકન અંગે આરબીઆઈ તરફથી સ્પષ્ટ સંકેતો કે માર્ગદર્શન રોકાણકારો માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

Union Budget 2026 Explained: The Decisive Blueprint That Will Shape India's  Economic Future - The Logic Stick

નોમુરાના અનુસાર, નવું કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (સીપીઆઈ) કેટેગરી અંગેની અનિશ્ચિતતા પણ હાલમાં રેપો રેટમાં ફેરફાર ન કરવા પાછળનું એક મુખ્ય કારણ છે. નવી કેટેગરીમાં ખોરાક અને સર્વિસ વેઈટેઝમાં ફેરફાર ફુગાવાને લગભગ ૫૦ બેસિસ પોઇન્ટ વધારે બનાવી શકે છે. આ ટ્રાંઝીશન દરમિયાન એમપીસી એ ફુગાવાની દિશા અને ગતિ પર વધુ નજીકથી ફોકસ કરવું જોઈએ.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે,વિશ્વ સમાચાર કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *