પાક. સંરક્ષણ મંત્રીએ પોતાની જ સેનાની ફજેતી કરી

બલૂચિસ્તાનમાં ઘણા દિવસોથી હિંસા ચાલી રહી છે. બલૂચ બળવાખોરોએ પ્રાંતના અનેક શહેરો પર કબજો કરવાની સાથે પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી છે. હિંસામાં ૮૦ સુરક્ષા કર્મચારીઓ, ૩૧ નાગરિકો અને ૧૭૭ બળવાખોરોના મોત થયા હોવાનો દાવો કરાયો છે, ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ હિંસા મામલે પોતાની જ સેનાની ફજેતી કરી છે. આસિફના નિવેદન પરથી લાગી રહ્યું છે કે, બલૂચિસ્તાન બળાખોરો સામે પાકિસ્તાની સેના હારી ગઈ છે.

Pakistan minister blames India for Islamabad-Kabul stalemate at Istanbul  talks | Arab News

પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતી વખતે પાકિસ્તાની સેનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. એટલું જ નહીં તેમણે બલૂચિસ્તાન મામલે ભારત પર પણ નિશાન સાધ્યું છે. આસિફે સ્વિકાર કર્યો છે કે, પાકિસ્તાની સુરક્ષા દળ બળવાખોરો સામે અસહાય અનુભવી રહી છે.

Pakistan vs Baloch: పట్టు కోల్పోతున్న పాకిస్థాన్..!

પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતી વખતે પાકિસ્તાની સેનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. એટલું જ નહીં તેમણે બલૂચિસ્તાન મામલે ભારત પર પણ નિશાન સાધ્યું છે. આસિફે સ્વિકાર કર્યો છે કે, પાકિસ્તાની સુરક્ષા દળ બળવાખોરો સામે અસહાય અનુભવી રહી છે.

TTP threatens PoK: India's national security options - Daily Excelsior

બલૂચિસ્તાનમાં ઘણા સમયથી હિંસાઓ ચાલી રહી છે. ગત સપ્તાહે બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ‘ઓપરેશન હેરોફ ૨.૦’ની શરૂઆત કરીને પ્રાંતના ક્કેટા, ગ્વાદર, મસ્તુંગ અને નુશ્કી સહિત અનેક જિલ્લાઓ પર ભયાનક હુમલા કર્યા છે. હુમલામાં ૮૦ સુરક્ષા કર્મચારીઓના મોત થયા હોવાના અને ૩૦ થી વધુ સરકારી સંપત્તિઓ નષ્ટ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

Almost 200 separatists killed after attacks in Pakistan

સત્તાવાર આંડા મુજબ હિંસામાં ૩૧ નાગરિકો અને ૧૭ સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે. જ્યારે પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરીને પ્રાંતભરમાં ૧૭૭ બળવાખોરોને મારી નાખ્યા હોવાનો દાવો કરાયો છે.

India slams PAK over Balochistan violence charge, blames its 'internal  failings'

સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાની સેના અનેક પડકારોનો સામનો કરી રહી હોવાની પણ પોલ ખોલી છે. તેમણે કહ્યું કે, ભૌગોલિક રીતે બલૂચિસ્તાનો ૪૦ % ભાગ પાકિસ્તાનનો છે. તેથી આટલી મોટી જમીન પર સુરક્ષા કરવી અને પેટ્રોલિંગ કરવું તે પાકિસ્તાની સેના માટે મોટો પડકાર છે. ગીચ વસ્તીવાળા શહેરની તુલનાએ આટલા મોટા અને ઓછી વસ્તીવાળા પ્રાંતને નિયંત્રણમાં લેવા માટે ભારે સૈન્ય તહેનાત કરવાની જરૂર છે.

Operation Herof 2.0: BLA says 280 Pakistani personnel killed, claims  seizure of key positions

બલૂચિસ્તાન બળવાખોરોનું જૂથ બીએલએ આતંકવાદી જૂથ છે. અમે તેમની સાથે કોઈપણ વાતચીત કરવા માટે તૈયાર નથી. આ આતંકી જૂથ સાથે સ્થાનીક લોકો, આદિવાસી વૃદ્ધો અને ગુનેગારો મળેલા છે. બીએલએ તેલની તસ્કરી કરતા લોકોને પણ મદદ કરે છે, જેના કારણે તસ્કરો દૈનિક લગભગ ચાર અબજ પાકિસ્તાની રૂપિયાની કમાણી કરતા હતા.’

Balochistan News: Asim Munir's 'Jugular Vein' Comment Comes Back To Stare  Him Hard, Shehbaz Sharif Govt Unable To Quell Baloch Rebels, Check Latest  Update

પાકિસ્તાની સંરક્ષણ મંત્રી દર વખતની જેમ ફરી ભારત પર નિશાન સાધ્યું છે. તેણે કહ્યું છે કે, ‘ભારત બલૂચિસ્તાનના બળવાખોરોને સમર્થન આપી રહ્યું છે. તેનું નેતૃત્વ અફઘાનિસ્તાનની ધરતી પરથી સંચાલન થઈ રહ્યું છે.’ જોકે આસિફે આ મામલે કોઈપણ ચોક્કસ પુરાવા રજૂ કર્યા નથી.

In Parliament, Khawaja Asif says 'madarsa students are Pakistan's second  line of defence': Watch| India News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *