U-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૬: ભારત ૧૦ મી વખત ફાઈનલમાં પહોંચ્યું

U-૧૯ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને ૭ વિકેટે હરાવી ૧૦મી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ U-૧૯ વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો છે. ટીમે ૩૧૧ રનના ટાર્ગેટને માત્ર ૪૧.૧ ઓવરમાં પાર પાડી દીધો છે. ટીમ ઈન્ડિયાના એરોન જ્યોર્જે ૧૧૫ રનની શાનદાર ઈનિંગ રમી હતી.  ૬ ફેબ્રુઆરીએ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ફાઈનલ મેચ રમાશે જેમાં ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો સામનો થશે.

IND vs AFG U-19 World Cup 2026 semifinal: In-form India takes on  Afghanistan, eyes spot in final - Sportstar

સ્કોર કાર્ડ

અફઘાનિસ્તાન-૧૯: ૩૧૦/૪(૫૦)

ઈન્ડિયા-૧૯: ૩૧૧/૩(૪૧.૧)

1st Time In 38 Years! Two Batters Score 100 Against India In U19 World Cup  Match | Cricket News - News18

ઓપનર એરોન જ્યોર્જે આક્રમક બેટિંગ કરતા ૧૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૯૪ બોલમાં ૧૧૫ રન ફટકાર્યા હતા, વૈભવ સૂર્યવંશીએ માત્ર ૩૩ બોલમાં ૬૮ રન બનાવીને રન રેટ વધાર્યો હતો. વૈભવે ઇનિંગમાં ૯ ચોગ્ગા અને ૪ છગ્ગા માર્યા હતા. કેપ્ટન આયુષ મ્હાત્રેએ ૫૯ બોલમાં ૬૨ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે વિહાન મલ્હોત્રા (૩૮ રન) અને વેદાંત ત્રિવેદી (૫ રન) પર અણનમ રહ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *