વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની સમાન્ય ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ના અધ્યક્ષ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને આ જીતને બાંગ્લાદેશી પ્રજાની અપેક્ષા અને લોકશાહીના વિશ્વાસનું પ્રતિક ગણાવ્યું છે.

PM Modi Speaks To Tarique Rahman After Election Victory, Signals Strong  India–Bangladesh Ties Ahead - Oneindia News

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, તેમણે તારિક રહેમાન સાથે વાતચીત કરી છે અને ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું છે કે, તેઓ બાંગ્લાદેશની પ્રજાની અપેક્ષાઓ પૂરી કરવાના રહેમાનના પ્રયાસો માટે શુભકામના પાઠવે છે.

PM Modi Congratulates BNP's Tarique Rahman: "India Will Support Democratic  Bangladesh"

વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘મિસ્ટર તારિક રહેમાન સાથે વાત કરીને ખુશી થઈ. મેં તેમને બાંગ્લાદેશ ચૂંટણીમાં શાનદાર જીત બદલ અભિનંતન પાઠવ્યા. બાંગ્લાદેશના લોકોની અપેક્ષાઓ પૂરી કરવાના રહેમાનના પ્રયાસો માટે હું શુભકામના અને સમર્થન આપું છું.’

Tariq Rahman set to become PM in Bangladesh

બાંગ્લાદેશમાં ગઈકાલે ૧૨ ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ૧૩મી સંસદીય ચૂંટણીમાં બીએનપી એ ભવ્ય જીત મેળવતા અનૌપચારિક  પરિણામોમાં ૨૦૦ બેઠકનો આંકડો પાર કરી લીધો છે. જોકે જમાત એ ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ખાતામાં ફક્ત 68 જ બેઠક આવી છે. આ જીત બાંગ્લાદેશના રાજકારણમાં મોટો ફેરફાર માનવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *