હરિયાણામાં ‘રહસ્યમય બીમારી’! ૧૫ દિવસમાં ૧૨ લોકોના જીવ ગયા

હરિયાણાના પલવલ જિલ્લાના છાયંસા ગામમાં રહસ્યમય બીમારીના કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા ૧૫ દિવસમાં બાળકો સહિત ૧૨ લોકોના મોત થયા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. અચાનક મોતોનો સિલસિલો શરુ થવાના કારણે ગામમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે.

5 Kids Among 12 Dead As 'Mysterious Illness' Spreads In Haryana Village,  Water Safety Under Probe | India News - News18

ગ્રામજનોના જણાવ્યા મુજબ, સૌથી પહેલા કેટલાક લોકોએ ખૂબ તાવ, ઉધરસ, ઉલટી, શરીરમાં દુખાવો અને નબળાઈની ફરિયાદ કરી હતી. કેટલાક દર્દીઓની હાલત એટલી બગડી ગઈ હતી, તેમને તાત્કાલીક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમનો જીવ બચાવી શકાયો ન હતો. ચોંકાવનારી વાત એ છે કે, કેટલાક લોકો થોડા જ દિવસોમાં ગંભીર બીમાર થઈ ગયા.

12 dead in Haryana due to suspected water contamination

રહસ્યમય બીમારીના કારણે મોતના આંકડા સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. તંત્રએ ગામમાં કેમ્પ લગાવીને તપાસ શરુ કરી દીધી છે. અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી છે અને ૩૦૦ થી વધુ લોકોના બ્લડ સેમ્પલ એકત્ર કરાયા છે.

Mysterious disease wreaks havoc in Kutch 15 death within 6 days

પ્રાથમિક તપાસમાં બે ગ્રામજનોમાં હેપેટાઇટિસ-બી અને હેપેટાઇટિસ-સીની પુષ્ટિ થઈ છે, જોકે ડૉક્ટરોનું કહેવું છે કે, આ પુષ્ટિથી તમામ મોતોનું કારણ જાણવું મુશ્કેલ છે. આરોગ્ય અધિકારીઓએ ગામમાં પીવાના પાણીના સેમ્પલ તપાસ માટે મોકલ્યા છે, જેમાં અનેક મકાનોમાં પાણીમાં બેક્ટેરિયા હોવાનું અને ક્લોરીનની માત્રા ઓછી હોવાનું સામે આવ્યું છે. આનાથી ગંદા પાણીના કારણે બીમારી ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

हरियाणा के गांव में 15 दिन में 12 मौतें, हेल्थ टीम ने डाला डेरा, 400 लोगों  की कराई गई स्क्रीनिंग - Palwal Mystery Illness Chayansa Village 12 Deaths  in 15 Days health

છાયંસા ગામના લોકો જુદા જુદા સ્રોતો દ્વારા પાણીનો ઉપયોગ કરે છે. ક્યાં સરકારી સપ્લાયથી પાણીનો તો ક્યાંક ટેમ્કર અને ROના પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. અનેક મકાનોની ટાંકીઓમાં લાંબા સમય સુધી પાણી જમા રખાયું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જાય છે. હાલ ગામમાં આરોગ્ય વિભાગની અનેક મેડિકલ ટીમો તહેનાત કરી દેવાઈ છે. ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. તંત્રએ ગામજનોને ઉકાળેલું પાણીનો ઉપયોગ કરવાનું અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપી છે. તંત્રએ કહ્યું છે કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *