ન્યૂઝક્લિક અને તેના એડિટર ઇન ચીફ પુરકાયસ્થ પર ઇડીએ મોટી કાર્યવાહી કરી છે.

ઝક્લિક અને તેના એડિટર ઇન ચીફ પુરકાયસ્થ પર ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ તેમને ૧૮૪ કરોડ રૂપિયાના દંડની નોટિસ જારી કરી છે.

પ્રવર્તન નિદેશાલય (ઇડી)એ સોમવારના ન્યૂઝ ક્લિક અને તેના મુખ્ય સંપાદક પ્રબીર પુરકાયસ્થ સામે મોટી કાર્યવાહી કરી. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ઇડીએ ૧૮૪ કરોડ રૂપિયાના દંડની નોટિસ જારી કરી છે. તેમની સામે આ કાર્યવાહી વિદેશી મુદ્રા નિયમોના ઉલ્લંઘનને લઇ કરવામા આવી હોવાનું ઇડીના એક અધિકારીએ જણાવ્યું હતું.
એક ન્યૂઝ એજન્સી અનુસાર આદેશમાં સ્પષ્ટ કહ્યુ છે કે ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકની માલિકીની કંપની પીપીકે ન્યૂઝક્લિક સ્ટૂડિયો પ્રાઇવેટ લિમિટેડ પર ૧૨૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય સંપાદક પુરકાયસ્થને કથિત ઉલ્લંઘન માટે ૬૪ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ કરવામાં આવી છે, જેમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ફંડ વિશે ખોટી માહિતી પૂરી પાડવા અને સેવાઓ અને નિકાસની ખોટી જાહેરાત કરવાનો સમાવેશ થાય છે. ન્યૂઝક્લિકે હજુ સુધી ઇડીની આ મોટી કાર્યવાહી મામલે પ્રતિક્રિયા આપી નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સપ્ટેમ્બર ૨૦૨૧ માં આ કેસમાં પહેલી વાર કાર્યવાહી કરી હતી, જેમાં મની લોન્ડરિંગના આરોપો પર નવી દિલ્હીના સૈદુલજાબ વિસ્તારમાં ન્યૂઝક્લિકની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ ન્યૂઝક્લિકના મુખ્ય સંપાદક રાકેશ કાયસ્થ સહિત ૨૫ થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. ન્યૂઝ પોર્ટલ અને તેના સ્થાપકની સીબીઆઇ અને ઇડી સહિત અનેક એજન્સીઓ દ્વારા કથિત રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓથી લઈને મની લોન્ડરિંગ અને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ના ઉલ્લંઘન સુધીના આરોપોમાં તપાસ કરવામાં આવી રહી છે.
![]()
બીજેપીએ વર્ષ ૨૦૨૩ માં અમેરિકન અખબાર “ન્યૂ યોર્ક ટાઇમ્સ” ના એક સમાચાર અહેવાલને ટાંકીને ન્યૂઝક્લિક અને તેના સંકળાયેલા પ્રમોટરો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. લેખમાં જણાવાયું હતું કે આ પોર્ટલ અમેરિકન અબજોપતિ નેવિલ રોય સિંઘમ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા વૈશ્વિક નેટવર્કનો ભાગ છે, જે કથિત રીતે ચીની સરકારના મીડિયા તંત્ર સાથે મળીને કામ કરે છે. ન્યૂઝક્લિક વેબસાઇટની સ્થાપના ૨૦૦૯ માં કરવામાં આવી હતી. તેની વેબસાઇટ પર લખ્યુ છે કે તે એક સ્વતંત્ર મીડિયા સંસ્થા છે જે ભારત અને અન્ય જગ્યાઓ પર પ્રગતિશીલ આદોલનો પર ફોક્સ કરી ન્યૂઝને આવરી લેવા માટે સમર્પિત છે.
