માતૃભાષા દિવસની ઉજવણી તારીખ ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે, તેના સંદર્ભમાં શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા સરખેજ મુકામે આજરોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જી.આર મહેમાવત (ભૂતપૂર્વ આચાર્યશ્રી નારણપુરા સ્માર્ટ શાળા) તેમજ શ્રી મહેબુબભાઇ પીંજારા (પ્રોફેસર શ્રી.એમ. એન. શુક્લ કોલેજ ઓફ એજ્યુકેશન) ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી વેદાંગભાઈ રાજ્યગુરુ સુપરવાઇઝર શ્રી હંસાબેન પટેલ શાળાના સિનિયર શિક્ષક શ્રી વિનયભાઈ ત્રિવેદી અને નિરૂપાબેન પટેલે માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ ઉજવણીના કન્વીનર તરીકે શ્રી ધર્મિષ્ઠાબેન પટેલ શ્રી સ્નેહાબેન તેમજ ગુજરાતી વિષયના શિક્ષકો શ્રી અનિતાબેન. શ્રી તુષારભાઈ. શ્રી શક્તિભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. શાળાના પટાંગણમાં ગુજરાતી સાહિત્યકારોના પરિચય,વ્યાકરણ અંગેની માહિતી દર્શાવતા ચાર્ટ નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગાંધીજી,સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, નરસિંહ મહેતા, મીરાંબાઈ, દિવાળીબેન ભીલ, અંબાણી – અદાણીની વેશભૂષા ધારણ કરી તેમનો એક પાત્રીય અભિનય રજૂ કર્યો હતો. “અમે ગુજરાતી લહેરી લાલા” ગીત પર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ભાવિનભાઈ ખેરે માતૃભાષા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શ્રી એમ. એન. શુક્લ. કોલેજ ઓફ એજ્યુકેશનના તાલીમાર્થીઓએ પોતાના સુંદર વિચારો તેમજ સમૂહ ગીતની રજૂઆત કરી હતી. આજના આ કાર્યક્રમને રસપ્રદ તેમજ સુંદર બનાવવા માટે શાળાના તમામ શિક્ષક મિત્રો અને કર્મચારી મિત્રોએ મન મૂકી હૃદયથી કાર્ય કર્યું હતું તે આખા કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ જણાતું હતું. આ કાર્યક્રમમાં વાલી શ્રીઓનો પણ ખૂબ સાથ અને સહકાર મળેલ છે. દરેક વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને ખુબ હૃદયથી માણ્યો હતો.
