રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં કેપ્ટને ફીલ્ડર સાથે માથું અથડાવ્યું

રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રમતની સાથે સાથે મેદાન પર ભારે ગરમાગમી જોવા મળી રહી છે. હુબલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચના બીજા દિવસે જમ્મુ-કાશ્મીરે ૬ વિકેટે ૫૨૭ રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે, પરંતુ આખી મેચમાં જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાનું વર્તન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

VIDEO: રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં કેપ્ટને ફીલ્ડર સાથે માથું અથડાવ્યું, પછી માફી માંગી | ranji trophy final paras dogra headbutts kv aneesh jk score 527 karnataka - Gujarat Samachar

મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની જ્યારે જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરા બેટિંગ કરી રહ્યો હતો. ૧૦૧ મી ઓવર દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાની બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ ડોગરા અચાનક ફોરવર્ડ શોર્ટ લેગ પર ઉભા રહેલા કર્ણાટકના સબસ્ટિટ્યૂટ ફીલ્ડર કે.વી. અનીશ પાસે ગયો હતો. ગુસ્સામાં આવીને ડોગરાએ હેલ્મેટ પહેરેલી હાલતમાં જ અનીશના માથા પર પોતાના હેડબટ મારી હતી.

Paras Dogra J&K captain headbutts Karnataka fielder: Ranji Trophy final | Cricket News - The Times of India

એવું માનવામાં આવે છે કે કર્ણાટકના ફીલ્ડર અનીશ દ્વારા કરવામાં આવી રહેલા સતત સ્લેજિંગ(મેદાન પર ખેલાડીની એકાગ્રતા તોડવા માટે જે માનસિક દબાણ કરવામાં આવે તે)ને કારણે પારસ ડોગરાએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું. સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ મયંક અગ્રવાલ અને અમ્પાયરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જોકે, પોતાની ભૂલનો અહેસાસ થતા ડોગરાએ બાદમાં અનીશની માફી માંગી હતી, પરંતુ કર્ણાટકના આ ખેલાડીએ માફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ વિવાદ બાદ મેદાન પર હાજર કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે પણ ડોગરા સામે વળતું સ્લેજિંગ શરૂ કરી દીધું હતું.

Image

માત્ર કેપ્ટન જ નહીં, પણ વધાવન અને બોલર વૈશાક વિજયકુમાર વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. રન દોડતી વખતે વધાવનની કોણી વૈશાકને વાગી ગઈ હતી, જેના કારણે બંને ખેલાડીઓ સામસામે આવી ગયા હતા. અમ્પાયરોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

Shubham Pundir's ton drives J&K to 243/2 in Ranji Trophy-final: Yawer  Hassan slams fifty, Prasidh Krishna lone wicket-taker for K'taka

મેદાન પર સર્જાયેલા વિવાદો અને ગરમાગરમી વચ્ચે પણ જમ્મુ-કાશ્મીરના બેટર્સ અડગ રહ્યા હતા અને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી રન બનાવામાં અનેક ખેલાડીઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. જેમાં શુભમ પુંડીરે શાનદાર ૧૨૧ રન ફટકાર્યા હતા, જ્યારે યાવર હસને ૮૮ રન અને કેપ્ટન પારસ ડોગરાએ ૭૦ રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત કન્હૈયા વધાવને ૭૦ રન અને આક્રમક બેટર અબ્દુલ સમદે ૬૧ રન બનાવ્યા હતા.

Ranji Trophy Final 2025-26: J&K 527/6 vs Karnataka, Paras Dogra-Anish  Clash; Three Fifties on Day 2

બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે સાહિલ લોત્રા ૫૭ રન અને આબિદ મુશ્તાક ૨૦ રને અણનમ રહ્યા છે. જોકે, દિવસના અંતિમ કલાકોમાં ખરાબ રોશનીને કારણે રમત વહેલી રોકવાની ફરજ પડી હતી, પરંતુ હાલમાં જમ્મુ-કાશ્મીરની ટીમ મેચમાં અત્યંત મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *