શેરબજારમાં બ્લેક ફ્રાઇડે

શેરબજાર સતત બીજા દિવસે ઘટી એક મહિનાની નીચી સપાટીએ બંધ થયા છે. આઈટી સિવાયના તમામ ઇન્ડેક્સ ઘટ્યા છે. શેરબજારમાં કડાકાથી આજે રોકાણકારોને ૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Ayodhya Ram Mandir Stock Market BSE Sensex NSE Nifty Updates | 22 January  Holiday

ભારતીય શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડે સાબિત થયો હતો. જંગી વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો નોંધાયો અને રોકાણકારોને જંગી નુકસાન થયું છે. સેન્સેક્સ ૯૬૧ પોઇન્ટ તૂટ્યો અને ૮૧૨૮૭ બંધ થયો છે. એનએસઇ નિફ્ટી ૩૧૮ પોઇન્ટ ઘટી ૨૫૧૭૮ બંધ થયો છે. ૨ ફેબ્રુઆરી બાદ સેન્સેક્સ ૮૧૦૦૦ લેવલ નીચે બંધ થયો છે, જે શેરબજારમાં મંદી આગળ વધવાના સંકેત આપે છે. આઈટી સિવાયના તમામ ઇન્ડેક્સ ઘટ્યા છે. શેરબજારમાં કડાકાથી આજે રોકાણકારોને ૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

બ્લેક ફ્રાઇડે: શેરબજાર ધબાઈ નમ્: રોકાણકારોનાં ૬ લાખ કરોડ સ્વાહા!

શેરબજારનું સેન્ટિમેન્ટ નરમ રહેતા સપ્તાહના દિવસે સેન્સેક્સ નિફ્ટી સપાટ ખુલ્યા બાદ મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટીની નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ ૨૮ પોઇન્ટ ઘટી ૮૧,૨૨૦ ખુલ્યો હતો. બ્લુચીપ ઓટો અને બેંક શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ ૩૮૦ પોઇન્ટ જેટલો તૂટ્યો અને ૮૨૦૦૦ નું સપોર્ટ લેવલ તોડી ૮૧૮૬૭ સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી ૫૦ પોઇન્ટ ઘટી ૨૫,૪૫૯ ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ ૧૧૦ પોઇન્ટ ઘટી ૨૫૩૮૫ સુધી ઘટ્યો હતો.  

સોનું વધી રૂ.130000ને પારઃ ચાંદીમાં બે દિવસમાં રૂ.5000ની તેજી જોવા મળી |  Gold rises above Rs 130 000: Silver sees Rs 5 000 gain in two days -  Gujarat Samachar

સોનામાં તેજી, ચાંદીમાં ૫૮૦૦ થી વધુ ઉછાળો 

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોના ચાંદીમાં ફરી તેજીનો માહોલ છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો ૩૫૦ પોઇન્ટ વધી ૧.૬૦ લાખ રૂપિયા ઉપર બોલાય રહ્યો છે. તો એમસીએક્સ ચાંદી વાયદો ૫૮૦૦ રૂપિયા ઉછળ્યો અને ૨.૬૫ લાખ રૂપિયા પ્રતિ કિલો બોલાઇ રહ્યો છે. હાજર બુલિયન બજારની વાત કરીયે તો ગુરુવારે અમદાવાદમાં ૯૯.૯ શુદ્ધ સોનાનો ભાવ ૧,૬૨,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. તો ૧ કિલો ચાંદીની કિંમત ૨.૬૦ લાખ રૂપિયા બોલાતી હતી.

mayhem-in-indian-stock-market-after-panic-selling-across-midcap-smallcap-largecap-stocks-14- lakh-crore-market-cap-washed-out | Stock Market Closing: શેરબજારમાં  હાહાકાર, મિડકેપ ઈન્ડેક્સ 2100 પોઈન્ટ ઘટીને બંધ ...

રોકાણકારોને ₹ ૫ લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં સાર્વત્રિક મંદીથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. બીએસઇ પર 1660 શેર વધીને જ્યારે ૨૫૨૮ શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી. આજે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપ ૪૬૩.૫૧ લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગઇકાલે ૪૬૮.૪૯ લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ શુક્રવારે શેરબજારના રોકાણકારોને ૫ લાખ કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું છે.

Nifty down 6% in 1 year! From US trade tensions to valuation concerns: What  led to this fall | Stock Market News

IT સિવાય તમામ ઇન્ડેક્સ ઘટ્યા

આઈટી ઇન્ડેક્સ સિવાય બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટ્યા હતા. જેમા સૌથી વધુ ઓટો ઇન્ડેક્સ ૧૧૪૪ પોઇન્ટ, બેંકેક્સ ૬૯૮ પોઇન્ટ, મેટલ, ૬૪૬ પોઇન્ટ, હેલ્થકેર ૫૧૯ પોઇન્ટ ઘટ્યા હતા. ટ્યૂબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયાને બાદ કરતા ઓટો ઇન્ડેક્સના ૨૦ માંથી ૧૯ શેર ઘટ્યા હતા. બેંક નિફ્ટી ૬૫૯ પોઇન્ટ તૂટ્યો હતો.

Share Market News Today Live: શેરબજાર આજના લાઇવ સમાચાર, સેન્સેક્સ નિફ્ટી  આજના સમાચાર, સોનું ચાંદી આજના ભાવ | share market sensex nifty today live  news 24 september gold silver price today as

નરમ બજારમાં આઈટી શેર મજબૂત

શેરબજારમાં કડાકા વચ્ચે પણ આઈટી અને ટેકનોલોજી શેર મજબૂત. સેન્સેક્સના ૩૦ માંથી માંથી માત્ર ૫ શેર વધ્યા હતા, જેમા ૩ આઈટી શેર હતા. ટોપ ૫ લુઝરમાં એચસીએલ ટેકનોલોજી ૧.૨ ટકા, ટ્રેન્ટ ૧.૧ ટકા, ઇન્ફોસિસ, ઇટરનલ અને એનટીપીસી સાધારણ સુધર્યા હતા. સૌથી વધુ ઘટેલા ૫ શેરમાં સન ફાર્મા ૨.૬ ટકા, ભારતી એરટેલ અઢી ટકા, મહિન્દ્રા મહિન્દ્રા અને બજાજ ફિનસર્વ ૨.૪ ટકા અને ઇન્ડિગો ૨.૩ ટકા ઘટ્યા હતા. 

Share Market Update: Today is proving to be a black Monday for the stock  market, investors have lost Rs 6 lakh crore | Share Market Update: શેરબજાર  માટે આજનો દિવસ 'બ્લેક મન્ડે'

શેરબજારમાં બ્લેક ફ્રાઇડે : સેન્સેક્સ ૯૬૧ પોઇન્ટ ધડામ, નિફ્ટીમાં ૩૧૮ પોઇન્ટનો કડાકો

ભારતીય શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડે સાબિત થયો હતો. જંગી વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો નોંધાયો અને રોકાણકારોને જંગી નુકસાન થયું છે. સેન્સેક્સ ૯૬૧ પોઇન્ટ તૂટ્યો અને ૮૧૨૮૭ બંધ થયો છે. એનએસઇ નિફ્ટી ૩૧૮ પોઇન્ટ ઘટી ૨૫૧૭૮ બંધ થયો છે. ૨ ફેબ્રુઆરી બાદ સેન્સેક્સ ૮૨૦૦૦ લેવલ નીચે બંધ થયો છે, જે શેરબજારમાં મંદી આગળ વધવાના સંકેત આપે છે.

Share Market Update Today शेयर बाजार धड़ाम! खुलते ही 811 पॉइंट लुढ़का | |  Aaj Samaaj

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ તૂટ્યો

શેરબજારમાં તીવ્ર વેચવાલીથી મંદી યથાવત છે. સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટથી વધુ તૂટ્યો અને ૮૧,૬૨૦ સુધી ઘટ્યો હતો. તો એનએસઇ નિફ્ટી ૨૦૦ પોઇન્ટના ઘટાડે ૨૫,૨૭૧ થયો હતો. આજે બેંક,ઓટો, કેપિટલ ગુડ્સ અને હેલ્થકેર શેર સૌથી વધુ ઘટ્યા છે.

Top 5 ways to cope with your stock market losses - InVision Capital Advisor

સેન્સેક્સ ૩૮૦ પોઇન્ટ ઘટી ૮૧૯૦૦ નીચે, નિફ્ટી ૧૧૦ પોઇન્ટ નરમ

શેરબજારનું સેન્ટિમેન્ટ નરમ રહેતા સપ્તાહના દિવસે સેન્સેક્સ નિફ્ટી સપાટ ખુલ્યા બાદ મહત્વપૂર્ણ ટેકારૂપ સપાટીની નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે. શુક્રવારે સેન્સેક્સ ૨૮ પોઇન્ટ ઘટી ૮૨,૨૨૦ ખુલ્યો હતો. બ્લુચીપ ઓટો અને બેંક શેરમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ ૩૮૦ પોઇન્ટ જેટલો તૂટ્યો અને ૮૨૦૦૦ નું સપોર્ટ લેવલ તોડી ૮૧૮૬૭ સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી ૫૦ પોઇન્ટ ઘટી ૨૫,૪૫૯ ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ ૧૧૦ પોઇન્ટ ઘટી ૨૫૩૮૫ સુધી ઘટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *